જામનગરમાં આજે ફરી તોફાની બેટિંગ,જામનગર શહેર અને જામજોધપુર નિશાને..

જામનગરમાં આજે ફરી તોફાની બેટિંગ,જામનગર શહેર અને જામજોધપુર નિશાને..

Mysamachar.in-જામનગર:

ગઈકાલે એક દિવસના વિરામ બાદ આજે ફરી વખત મેઘરાજાએ સવારથી જ જામજોધપુર વિસ્તાર તરફ પોતાની તોફાની બેટિંગ બતાવ્યા બાદ જામનગર શહેર અને આસપાસના વિસ્તારોને પણ નિશાને લીધા હોય તેમ લાગે છે, શહેરમા અચાનક જ વાતાવરણમા પલટો આવ્યો હતો, અને ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી, જો ચાર વાગ્યા સુધીના આંકડાઓ પર નજર કરીએ તો..જીલ્લાના જામજોધપુરમાં સવારે ૧૦:૦૦ સાંજે ૪:૦૦ સુધીમાં ૪ ઈંચ વરસાદ જયારે જામનગર શહેરમા એક કલાકમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો છે. અને હજુ પણ વરસાદ સતત વરસી રહ્યો છે.તો દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળીયામાં બપોરે ૨થી૪ એમ બે કલાકમાં છ ઈંચ વરસાદ નોંધાતા ગામમાં પાણી ફરી વળ્યા છે.