જોડીયામાં R.R.CELL ની ટીમે રેતીભરેલા ડમ્પરો ઝડપી પાડ્યા,સ્થાનિક તંત્ર અંધારામા 

જોડીયામાં R.R.CELL ની ટીમે રેતીભરેલા ડમ્પરો ઝડપી પાડ્યા,સ્થાનિક તંત્ર અંધારામા 

Mysamachar.in-જામનગર

ખાણખનીજ વિભાગ તેની શીથીલ કામગીરી ને કારણે અવારનવાર વગોવાય ચૂક્યું છે,ધ્રોલ જોડીયામાં જ્યાં કાયમી રેતીચોરી ના રેકેટ ચાલે છે તેના થી ત્રસ્ત લોકો કહે છે કે શું ગાંધીનગર સુધી કોઈ બોલનારું જ નથી,તેવામાં આજે ખાણખનીજ વિભાગ,સ્થાનિક પોલીસ સહિતના તંત્ર ઊંઘતું ઝડપાયું છે,અને આર.આર.સેલની ટીમે પાસ પરમીટ વગર ભરેલા  વાહનો ઝડપી પાડ્યા છે,

આજે આર.આર.સેલની ટીમ જોડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન બજરંગ પેટ્રોલપંપ નજીકથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને આવન જાવન કરતાં હોય તેને રોકી પાસ,પરમીટ,રોયલ્ટી વગરના હોય ત્રણ ડમ્પર જેમાંથી એક મા ૨૦ ટન રેતી,બીજામા થી ૧૮ ટન રેતી,જયારે ત્રીજા ડમ્પરમા થી ૨૦ ટન રેતી નો જથ્થો મળી આવતા ત્રણેય ડ્રાઈવરોને ઝડપી પાડી ૨૪ લાખના ત્રણ ડમ્પર ૧૭૦૦૦ ની રેતીનો જથ્થો કબજે કરી જોડિયા પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ્ટેબલ સંદીપસિંહ ઝાલા એ ફરિયાદ આપતા જોડિયા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આજની આ કાર્યવાહી સંદીપસિંહ ઝાલા,રામદેવસિંહ ઝાલા,અને કમલેશભાઈ રબારી એ કરી હતી.