સામાન્ય મુદ્દે કાગારોળ મચાવતા કોંગ્રેસના નેતાઓ ક્યાં ગયા..? આ મુદ્દો ખબર નથી કે પછી..

સામાન્ય મુદ્દે કાગારોળ મચાવતા કોંગ્રેસના નેતાઓ ક્યાં ગયા..? આ મુદ્દો ખબર નથી કે પછી..

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં જયારે શાશકોને ઘેરવાનો સામાન્ય મુદ્દો હોય તો પણ ઉધામો મચાવી દેનાર કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સૌની યોજના જેવી મહત્વની યોજનામાં વારંવાર પાઈપો ઉછળીને બહાર આવી રહી છે, અને કરોડોના આ કામ અંગે થવી જોઈતી નક્કર કાર્યવાહી ના થતા ખેડૂતોના ખેતરોમાંથી જયારે પાઈપો ઉછળી ઉછળી ને બહાર આવે છે ખેડતો યાતનાનો સામનો કરી રહ્યા છે, ત્યારે શા માટે કોંગ્રેસના નેતાઓ મૌન ધારણ કરીને બેઠા છે તે સવાલ શંકા ઉપજાવનારો છે. સામાન્ય મુદ્દે ખેડૂતોના ખભાનો ઉપયોગ કરી બંદુક ફોડી લેનાર કોંગ્રેસના એકેય નેતા સૌની યોજનામાં થઇ રહેલી ગોબાચારી અને ખેડૂતોના હિતમાં શા માટે આગળ નથી આવતા, વિરોધ કે રજૂઆત કરવા તૈયાર નથી તેનું કારણ શું હોય શકે તે તો નેતાઓ જ જાણે...

-જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ પણ આ જ તાલુકાના...
જે તાલુકામાં થી તાજેતરમાં જ સૌની યોજનાની પાઈપો જમીનમાંથી ઉછળીને બહાર આવી તે કાલાવડ તાલુકાનું નિકાવા ગામ છે, આ જ કાલાવડ તાલુકાના વતની જે.ટી.પટેલ જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ છે, પણ ખબર નહિ પ્રમુખ સાહેબને ગત લોકસભાની ચુંટણી પછી શું થયું છે, તે ક્યાય જોવા જ નથી મળતા..અને નિષ્ક્રિય થઇ ગયા છે તેવી ચર્ચાઓ પણ જામનગર કોંગ્રેસ વર્તુળમાં ચાલી રહી છે, ભલેને નિષ્ક્રિય હોય તો પણ વાંધો નહિ પણ આવા મુદાઓ સમયે પણ પ્રમુખ પટ્ટમા ના આવે તે મુદ્દો પણ સવાલો ઉઠાવનાર છે,

-જીલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન તમે બીજા જીલ્લા માટે તો રજૂઆત કરો છો તમારા જિલ્લાને જ ભૂલી ગયા..?
સામાન્ય મુદ્દે અખબારી યાદી જાહેર કરી દેતા કોંગ્રેસના જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી પણ સૌની યોજનામાં વારંવાર જમીન ખોદી ને પાઈપો બહાર આવી રહેલા છે, તેને લઈને કોઈ નિવેદનબાજી, અખબારી યાદી કે રજૂઆત કરી હોય તેવું ધ્યાનમાં આવતું નથી, ત્યારે તેવોએ પણ આ મુદ્દો ઉઠાવી અને સરકારમાં રજૂઆત કરવી જોઈએ.કારણ કે આમ તો તેવો છેક દ્વારકા જીલ્લા સુધીના પ્રશ્નોની રજૂઆત કરે છે, તો તેમના જીલ્લાપંચાયત ક્ષેત્રમા બનેલ આ ઘટના અને ખેડૂતોની વેદના માટે તેવોનું મૌન સુચક લાગે છે.

 -હું રજૂઆત કરીશ:પ્રવિણ મુસડીયા
આ મામલે વિસ્તારના ધારાસભ્ય પ્રવિણ મુસડીયા એ કહ્યું કે હજુ સુધી મેં આ મામલે કોઈ રજૂઆત કરી નથી પણ  હવે રજૂઆત કરીશ તેમ જણાવ્યું.