સાંસદ પૂનમબેન માડમે માન્યો ધ્રોલની પ્રજાનો આભાર...

સાંસદ પૂનમબેન માડમે માન્યો ધ્રોલની પ્રજાનો આભાર...

Mysamachar.in-જામનગર:

જામનગર સંસદીય મતક્ષેત્રમા બીજી વખત જંગી લીડથી ચુંટાયેલા સાંસદ પુનમબેન માડમે ધ્રોલમાં રેલી યોજી પ્રજાનો જાહેર આભાર માનવા સાથે અભિવાદન સમારોહ સહિતનો કાર્યક્રમ યોજાયો હતો,આ પ્રસંગે જીલ્લા ભાજપનાં આગેવાનો ધ્રોલ તાલુકા અને શહેરનાં ભાજપનાં આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

જામનગરના સાંસદ પુનમબેન માડમે જીલ્લાભરમાં ચુંટણી બાદ પ્રજાનો તેમજ કાર્યકરોનો આભાર વ્યકત કરવા સામેથી જઇ રહયા છે,ત્યારે ધ્રોલમાં સાંસદ પુનમબેન માડમ દ્વારા મતદારોનો આભાર માનવા ધ્રોલનાં મુખ્યમાર્ગો પર રેલી યોજી મતદારોનો આભાર વ્યકત કર્યો હતો,તેમજ લોકોએ પણ લોકપ્રિય સાંસદને ઉમળકાભેર આવકાર્યા હતાં,તો સાંસદ પુનમબેને પણ લોકોનું અભિવાદન જીલી લઇ પ્રજાના પ્રશ્નો માટે સતત લોકસંપર્કમા રહી અને લોકોને પણ પોતાના કોઈપણ પ્રશ્નોની રજૂઆત માટે હાંકલ કરી હતી,

મનોકામના સિધ્ધ હનુમાનજી મંદિરે કાર્યકરો આગેવાનો અને લોકોનો આભાર વ્યક્ત કરવા સભા યોજાઈ હતી,ધ્રોલ તાલુકા અને શહેરનાં આગેવાનોએ સાંસદ પુનમબેન માડમનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે જામનગર જિલ્લા ભાજપનાં પ્રમુખ ચંદ્રેશપટેલ,મહામંત્રી ડો.વિનુ ભંડેરી,જામનગર ગ્રામ્યનાં ચુંટાયેલા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ,પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા,નગરપાલિકા પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમા,તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા,શહેર ભાજપપ્રમુખ મગનભાઇ ભોજાણી,તાલુકા પંચાયત પ્રમુખ ભીમજીભાઇ મકવાણા,લગધીરસિંહ જાડેજા,ડી.ડી.જીવાણી સહિતનાં આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતાં.

સાંસદ પુનમબેન માડમે પોતાનો  વિજય જામનગર જિલ્લાની જનતાનો ગણાવ્યો હતો.જીત સાથે જવાબદારી પણ વધી હોવાની વાત કહી સતત પ્રજાનાં પ્રશ્નોનો ત્વરીત ઉકેલ આવે તેવા પ્રયત્નો અને સતત પ્રજાની વચ્ચે રહી કામ કરવાનો કોલ આપ્યો હતો.કાર્યકરોએ પોતે જ ચુંટણી લડતા હોય તેમ સખત મહેનત કરી છે,તેમ કહી કાર્યકરોને પણ પૂનમબેને બિરદાવ્યા હતાં...અને ધ્રોલ જોડીયાની પ્રજાનો અંતઃકરણ પુર્વક આભાર વ્યકત કર્યો હતો.