જામેલી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો..

જામેલી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો..
Symbolic Image

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદના નવરંગપુરા કોમર્સ છ રસ્તા પાસે ઈશ્વરભુવન નજીક મોતીલાલ પાર્ક સોસાયટી આવેલી છે,આ સ્થળે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી પરથી પોલીસ સ્થળ પર પહોચી ત્યારે ચાર નબીરાઓ દારૂની મોજ માણતા ઝડપાઈ ચુક્યા હતા.દરમિયાન વધુ તપાસ કરતાં 18 નંગ બિયરની બોટલ પણ મળી આવી હતી.પોલીસે વધુ તપાસ કરતા પ્રિયાંક  મોતીલાલ પાર્ક બંગલામા રહેતો હોવાનું જાણવા મળ્યું છે,એટલુ જ નહિ આ ચારેય શખ્સોમાંથી પ્રિયાંક અને વિરલ અમદાવાદનારહેવાસી હોવાનું પોલીસને ધ્યાને આવ્યું છે,જ્યારે પ્રિયાંકનો એક ભાઈ અમેરિકા રહેતો હોવાનું પણ સામે આવ્યું છે.


 
પોલીસની પુછપરછમાં આ ચારેય શખ્સો વેપાર ધંધા સાથે સંકળાયેલા છે,પરંતુ તેઓ શેનો વેપાર કરે છે,તે અંગે પોલીસ તપાસ કરી રહી છે,જો કે તેઓ પહેલી વાર જ આ પ્રકારે દારુની મહેફીલ માણતા પકડાયા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.દારુની મહેફીલ માણી રહ્યાં હતા તે વિદેશી દારુની બોટલ અને બિયરની બોટલ ક્યાંથી લાવ્યા હતા તે સહિતની બાબતો પર પોલીસે તપાસ હાથ ધરી છે.