નકલી નોટના મોટા કોભાંડનો પર્દાફાશ, આવી રીતે ચાલતું હતું રેકેટ

નકલી નોટના મોટા કોભાંડનો પર્દાફાશ, આવી રીતે ચાલતું હતું રેકેટ
ફાઇલ તસવીર

Mysamachar.in-વડોદરાઃ

રાજ્યમાં ફરી એકવાર નકલી નોટના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ વખતે ભેજાબાજ બે શખ્સો ઝડપાયા છે. જે નકલી નોટ આપી અસલી નોટની ઉઘરાણી કરી છેતરપીંડિ કરતાં હતા. ઝડપાયેલા બંને શખ્સો પાસેથી ચિલ્ડ્રન બેંકની નકલી નોટનો મોટો જથ્થો મળી આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરાના વારસિયામાંથી મુકેશ બેલાની અને મનીષ સાલવાની નામના બે વ્યક્તિની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને વ્યક્તિ પાસેથી 500ના દરની ડમી નોટનાં 147 બંડલ મળી આવ્યા છે. બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બંને વ્યક્તિ 1 કરોડની નકલી નોટના બદલામાં 8 લાખ રૂપિયા લેતા હતા. પોલીસને આશંકા છે કે બંને આરોપીઓ અગાઉ પણ આ પ્રકારના ગુના આચરી ચૂક્યા છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તેમની સાથે કોણ કોણ સંકળાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.