વાડીનારમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ...

વાડીનારમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા નજીક આવેલા વાડીનારમાં આજે સ્થાનિક લોકો જાહેરનામાનો ભંગ કરી મચ્છી માર્કેટ પાસે એકત્રિત થયા હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે એકત્ર થયેલા ટોળાંને દૂર કરવાના પ્રયાસ દરમિયાન લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોચ્યા હતા,

આ ઘર્ષણ દરમીયાન એક મહિલાને ઈજાઓ થતા સમગ્ર મામલો બિચક્યો હતો અને ગ્રામજનોએ ઉશ્કેરાઇ જઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આઈ ચાવડા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો હતો, એટલું જ નહીં સ્થાનિક લોકોએ પોલીસની ગાડીને નિશાન બનાવી હતી સ્થાનિક લોકોના આ પથ્થરમારામાં બોલેરો ગાડીના કાચ ભુક્કો બોલી ગયા હતા તેમજ પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલને પથ્થરમારામાં સામાન્ય ઈજાઓ થવા પહોચી છે, વાડીનારમાં પોલીસ પાર્ટી પર હુમલો થયાની ઘટના બાદ જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક અસરથી એલ.સી.બી એસ.ઓ.જી સહિતનો પોલીસ કાફલો વાડીનાર રવાના કરવામાં આવ્યો છે પોલીસે આ હુમલામાં ટોળા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે,

લોકોને શાંતિ જાળવવા અપીલ...
હાલમાં કલમ 144 હેઠળનું જાહેરનામું અને રાજ્યલોકડાઉનની સ્થિતિ વચ્ચે ચારથી વધુ વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ છે, જેનો દરેક નાગરિકે અમલ કરવા તંત્રએ અનુરોધ કર્યો છે, અને શાંતિ જાળવી અને તંત્રને સહકાર આપવા અપીલ કરી છે.