યુવક-યુવતીનો અંગત પળોનો વીડિયો પોર્ન સાઇટ પર મૂકાયો, પરંતુ...

યુવક-યુવતીનો અંગત પળોનો વીડિયો પોર્ન સાઇટ પર મૂકાયો, પરંતુ...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

મેટ્રો શહેર અમદાવાદમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે હજારો યુવક-યુવતીઓ માટે પ્રેરણારૂપ બનશે. વાત એવી છે કે શહેરમાં યુવક અને તેની ગર્લફ્રેન્ડે બેડરૂમમાં અંગત પળો માણતો વીડિયો પોતાના ડિઝિટલ ઇંસ્ટુમેન્ટમાં ઉતાર્યો હતો, પરંતુ ગત મહિને જ આ વીડિયો અચાનક કોઇએ ઇન્ટરનેશનલ પોર્ન વેબસાઇટ પર મૂકી દીધો. જે અંગે યુવકને જાણ થતાં તેણે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, બાદમાં સીઆઇડી ક્રાઇમે સાઇબર સેલને માહિતી આપી હતી. નવાઇની વાત છે કે સાયબર સેલે ફરિયાદીને બોલાવ્યા વગર જ તેની મદદ કરી દીધી, એટલે કે  તેઓએ પોર્ન સાઇટ અને અન્ય વિગતો મેળવી પોર્ન સાઇટ પરથી સૌપ્રથમ તેનો વીડિયો ડિલિટ કરાવ્યો, જો કે આ દરમિયાનમાં જ ફરી બીજી પોર્ન સાઇટ પર વીડિયો અપલોડ થઇ જતાં તેની માહિતી પણ સાઇબર સેલને આપતાં ત્યાંથી હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

સામાન્ય રીતે આવા કેસમાં યુવક કે યુવતી બદનામીના ડર અને ધક્કા ખાવાના ડરથી પોલીસ સ્ટેશન જતા ગભરાતા હોય છે. ફરિયાદી પાસેથી ગુનાની વિગત મેળવ્યા બાદ કામગીરી હાથ કરવામાં આવી હોય છે, પરંતુ સાયબર ક્રાઇમે ફરિયાદને મળવા બોલાવ્યા વગર પહેલા તેની મદદ કરી પ્રેરણાત્મક કામ કર્યું હતું. જેનાથી હજારો યુવક-યુવતીઓમાં પોલીસ પ્રત્યે હકારાત્મક અભિગમ જળવાશે તેવો પોલીસ ટીમે આશાવાદ વ્યક્ત કર્યો હતો.