જામનગરમા એક ઈંચ વરસાદ,અને સમસ્યાનો પાર નહિ...

જામનગરમા એક ઈંચ વરસાદ,અને સમસ્યાનો પાર નહિ...

Mysamachar.in-જામનગર:

એક તરફ હજુ વાવાઝોડાનો ઓથાર તો છે,જ અને છડી પોકારતા એક ઇંચ ગાજવીજ વરસાદમા જામનગરની માઠિ બેસી છે તો હવે તો "વાયુ" ની દિશા બદલાતા વધુ માઠી "દશા" ની દહેશત છે,જામનગરમા આજે વાવાઝોડાની આગાહી અને તંત્રના દાવાઓ વચ્ચે જામનગર શહેરમા ૨૬ મીમી,ધ્રોલમા ૩ મીમી અને જોડીયામાં ૧મીમી વરસાદ નોંધાયો છે,

જો કે આટલા સામાન્ય વરસાદમા ઠેક ઠેકાણે તંત્રની પોલ ખુલી પડી ગઈ હોય તેમ ચાર છાંટામા કલાકો વીજળી મોટાભાગના શહેરમા ગુલ થઇ ગઈ,તો કેટલીય જગ્યાઓએ થાંભલાઓ પડી જવા,સહિતના બનાવો સામે આવ્યા છે.જાણવા તો એવું પણ મળી રહ્યું છે કે તંત્રના કેટલાક ઈમરજન્સી નંબરોના ટેલીફોનને પણ ભેજ લાગી ચુક્યો છે,જેથી તે સંપૂર્ણ કાર્યરત નથી,અને લોકો હેરાન થાય છે.