દારૂની વધી રહેલી બદ્દીને લઈને આનંદીબેન પટેલ બોલ્યા કે.....

દારૂની વધી રહેલી બદ્દીને લઈને આનંદીબેન પટેલ બોલ્યા કે.....

Mysamachar.in-મહેસાણા:

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ ઊંઝા ખાતે ચાલી રહેલા લક્ષચંડી મહોત્સવના ભવ્ય કાર્યક્રમમાં તાજેતરમાં જ હાજરી આપી હતી, આ વખતે આનંદીબેન પટેલ પોતાના સંબોધનમાં દારૂની વ્યાપી રહેલી બદ્દીને લઈને નિવેદન કરતા કહ્યું કે એક સમય હતો જયારે દારૂની બદ્દી  અમુક સમાજમાં જ હતી, પણ આજે દારૂની બદી ઘરે-ઘરે પહોચી ચુકી છે, વધુમાં તેવોએ કહ્યું કે દારૂને કારણે આજની પેઢી બગડી રહી છે, અને યુવાધન દારૂને કારણે બગડી રહયાની ટકોર કરતા આવા વ્યસનોથી દુર રહેવાની હાંકલ પણ  આનંદીબેન પટેલે કરી હતી.