હોમ કોરોન્ટાઇનમાંથી બહાર નીકળી ગયેલ વ્યક્તિ વિરુદ્ધ નોંધાયો ગુન્હો 

હોમ કોરોન્ટાઇનમાંથી બહાર નીકળી ગયેલ વ્યક્તિ વિરુદ્ધ નોંધાયો ગુન્હો 
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, અને ગુજરાતમાં પણ 28 જેટલા દર્દીઓ આ રોગની લપેટમાં આવી ચુક્યા છે, ત્યારે જે દર્દીને હોમ કોરોન્ટાઇનમાં રહેવાની આરોગ્ય વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હોય છતાં પણ ના રહે તો તેના વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવી રહ્યો છે, આવી જ ઘટના દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં સામે આવી છે,પોલીસે કલમ ૨૭૦, ૧૮૮ તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ ૩ મુજબ મુબારક નામનો વ્યક્તિ દુબઇ થી પોતાના ઘરે વહાણ મારફતે આવેલ હોય અને તેઓને ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇનમાં રહેવા જણાવવામાં આવેલ હોવા છતાં હાલની વૈશ્વિક બિમારી કોરોના વાઇરસનો ફેલાવો તેઓ તરફથી થશે તેવી સંભાવનાની જાણ હોવા છતાં પોતાની કાયદેસરની જવાબદારી અને ફરજમાં ચુક કરી પોતાના ઘરેથી બહાર નિકળી ગુજરાત સરકારના જાહરેનામાનો ભંગ કર્યો હોય તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા આ મામલે ગુન્હો નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી શખ્સની શોધખોળ હાથ ધરી છે.