ભાભી ભાજપમાં, નણંદ કોંગ્રેસમાં

ભાભી ભાજપમાં, નણંદ કોંગ્રેસમાં

Mysamachar.in-જામનગર:

લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય જંગ જામતો જાય છે, તેવામાં નવા રાજકીય સમીકરણો સાથે નીતનવા રાજકીય દાવપેચ પણ સામે આવી રહ્યા છે, ત્યારે કાલાવડ ખાતે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં યોજાયેલ જંગી જાહેરસભામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટાબેન નયનાબા જાડેજા અને તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા સ્ટેજ પર હાજરી આપીને વિધિવત કોંગ્રેસમાં જોડાઇને કોંગ્રેસના આગેવાનોના હસ્તે ખેસ ધારણ કર્યો હતો, ત્યારે થોડા દિવસો પૂર્વે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા નરેન્દ્ર મોદીથી પ્રેરાઈને ભાજપમાં જોડાયા હતા,તેવામાં એક જ પરિવારના એવા નણંદ કોંગ્રેસમાં અને ભાભી ભાજપમાં જોડાવવાની આ ઘટનાને લઇને આ તે કેવું રાજકારણ છે તે ચર્ચાનો વિષય બન્યો છે.