ભાજપ નેતાની ચાલુ ટ્રેને ગોળી મારીને હત્યા

ભાજપ નેતાની ચાલુ ટ્રેને ગોળી મારીને હત્યા
મૃતકની ફાઇલ તસ્વીર

Mysamachar.in-કચ્છ:

ગતરાત્રીના ભાજપના આગેવાન અને અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ગોળી મારીને ચાલુ ટ્રેને જ હત્યા કરી દેવાની ઘટનાથી ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે, 

મળતી વિગતો મુજબ ભાજપના નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તેવો કચ્છથી મુંબઇ જઇ રહ્યા હતાં. જે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો ટ્રેનમાં સવાર થયા હતા અને જયંતિભાઈની આંખમાં અને છાતિમાં ગોળીઓ મારી દઈને હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા,

આ ઘટના કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે બની હતી અને જયંતિભાઈ ટ્રેન નંબર 19116માં સવાર હતા.હવે હત્યા કયા કારણોસર નીપજવવામાં આવી છે તે અંગે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ છે,

આપને જણાવી દઈએ કે જયંતિ ભાનુશાળી એ જ નેતા છે જેનું કથિત સેક્સ સ્કેન્ડલમાં થોડા સમય પૂર્વે ભારે નામ ઉછળ્યુ હતું અને તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા અને જે બાદ કથિત આરોપોને કારણે તેવોએ રાજીનામું પણ આપ્યું હતું,

આ વાત ને હજુ થોડો સમય વિત્યો છે ત્યા જ જયંતિ ભાનુશાળીની હત્યા કોણે અને શા માટે કરાવી તે પણ ચર્ચાનો વિષય બન્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.