બસ પલટી ખાતા 4નાં કમકમાટીભર્યા મોત, લોહીના ખાબોચ્યા ભરાયા

બસ પલટી ખાતા 4નાં કમકમાટીભર્યા મોત, લોહીના ખાબોચ્યા ભરાયા

Mysamachar.in-જુનાગઢઃ

જૂનાગઢના વિસાવદર પાસે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો, પૂરપાટ ઝડપે જતી બસ પરનો ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ રોડ પર પલટી મારી ગઇ હતી. ઘટનામાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિસાવદરથી 15 કિમી દૂર લાલપુર પાસે સર્જાયેલી ઘટના બાદ રસ્તા પર લોહીના ખાબોચ્યા ભરાયા હતા. બીજી બાજુ પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો, તથા બસમાં મુસાફરની ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. બસમાં લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.