દેવુભા ચોક નજીક ધસી પડેલા મકાનના સ્થળ પર જાત તપાસ કરતા મંત્રીઓ...

દેવુભા ચોક નજીક ધસી પડેલા મકાનના સ્થળ પર જાત તપાસ કરતા મંત્રીઓ...

Mysamachar.in-જામનગર:

જામનગરમાં દેવુભાના ચોક નજીક વાઘેરવાડામાં મચ્છીના એક ધંધાર્થીના બે માળનું મકાન રીપેરીંગ દરમિયાન ગઈકાલે ધસી પડતા મકાન માલિક અને બે કડિયા સહિત ત્રણ ઘટનાસ્થળે જ દબાઈ ગયા હતા. તે અન્વયે તાત્કાલિક જ તંત્ર દ્વારા લોકોને કાટમાળ હેઠળથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ સવારે કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરીક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્થળ પર જઈને પરિસ્થિતિથી વાકેફ થઈ નિરીક્ષણ કરી અને અધિકારીઓને કાટમાળ ખસેડવાની તાત્કાલિક તાકીદ કરી હતી અને આ માટે જોઈતા અન્ય સાધનોની પણ પૂર્તિ કરી સઘન રીતે જલ્દીથી કામગીરી કરવા અંગે કહ્યું હતું. મંત્રી આર.સી.ફળદુ દ્વારા જણાવ્યું હતું કે, આ ઘટનાની માહિતી રાજ્યસ્તરે પણ આપવામાં આવી છે તેમજ આ દુઃખદ ઘટના માટે સરકાર દ્વારા દિલસોજી પણ વ્યક્ત કરવામાં આવી છે.