જનરલ બોર્ડમાં સભ્યોએ આ મુદાઓ પણ ઉઠાવ્યા,એ મુદાઓ ક્યાં જાણો..

જનરલ બોર્ડમાં સભ્યોએ આ મુદાઓ પણ ઉઠાવ્યા,એ મુદાઓ ક્યાં જાણો..

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની આજે સામાન્યસભા મળી હતી,જે સામાન્યસભામાં આજે કેટલાક મુદ્દાઓ જે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા જે ખુબ મહત્વના હતા જેમાંના અમુક મુદ્દાઓની વાત કરવામાં આવે તો એક તરફ વરસાદ નથી વૃક્ષારોપણ જોઈએ તેવું થતું નથી,અને જે સભ્યોને પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ બાદ ટ્રીગાર્ડ જોઈએ છે,તેને પૂરતા ટ્રીગાર્ડ બે વર્ષથી તો ના મળી રહ્યાનું સાથે સભ્યોને પૂરતા ટ્રી ગાર્ડ આપવામાં આવે તેવી માંગ અસ્લમ ખીલજીએ કરી,જયારે અન્ય મુદ્દાઓમા તેવોએ કહ્યું કે શાશકો અને કોન્ટ્રાક્ટરની ખો મા નગરસીમ સહિતના મોટાભાગના વિસ્તારોમાં એલઈડી લાઈટો નવી પડતી નથી,જૂની રીપેર થતી નથી,અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ચૂંટાયેલા સભ્યોને પણ ગાંઠતા ના હોવાનો રોષ તેણે ઠાલવ્યો

તો શાશકપક્ષના સભ્ય કેશુ માડમે પણ અસ્લમ ખીલજીની વાતમાં સુર પુરાવતા કહ્યું કે લાઈટો તો ઠીક છે નથી મળતી,તેની તો જરૂર છે જ પણ લાઈટ શાખાના કર્મચારી મકવાણા જેની આ જવાબદારી ચૂંટાયેલા પદાધિકારીઓ અને લોકોને જવાબ આપવાની છે કોઈનો ફોન ના ઉઠાવી રહ્યાનો રોષ ગૃહ સમક્ષ ઠાલવ્યો જયારે દેવશી આહિરે તાજેતરમાં અમદાવામાં રાઈડ્સમા બનેલ ઘટના પરથી બોધપાઠ લઈને આગામી મેળાના આયોજનમાં જરૂરી ફાયર સિસ્ટમ સહિતની સુવિધાઓ રાખવા તાકીદ કરી,વિપક્ષ નેતા અલ્તાફ ખફીએ  ટ્યુશન ક્લાસ,કોલેજ હોટેલો વગેરેમાં ફાયર એનોસીની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે એટલે કે ગતિ વધારવામાં આવે તેમ જણાવ્યું,

-ચાલુ બોર્ડમાં ૩ વખત વીજળી ગુલ...

આજે મનપાની સામાન્યસભા બાર વાગ્યે શરુ થઇ ત્યાર થી માંડીને ૧:૨૦ કલાકે પૂર્ણ ના થઇ ત્યાં સુધીમાં ત્રણ વખત વીજળી ગુલ થઇ જતા સભ્યો અકળાઈ ઉઠયા હતા,