Mysamachar.in-રાજકોટઃ
જેતપુરના બળદેવ ધાર વિસ્તારમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરાયો છે. પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. આ કૂટણખાનું ચલાવનાર ઇકબાલની પોલીસે ધરપકડ કરી છે. આ સિવાય શરીર સુખ માણવા આવેલા ગોંડલના ત્રણ શખ્સો રમેશ પરમાર, રીયાઝ ઓસમાન અને રફીક સતારની ધરપકડ કરી છે. તો દેહવ્યાપાર કરવા બાંગ્લાદેશથી લવાયેલી બે મહિલા મળી આવી હતી. બંને મહિનાની પુછપરછમાં જણાવ્યું કે ઇકબાલ ઉર્ફે ભુરો હબીબ ઠેબા તેઓને અહીં લાવ્યો હતો, ઇકબાલ ગ્રાહકો પાસેથી 600 લેતો અને 300 બંને મહિલાને આપતો.
દરોડા દરમિયાન પોલીસને કેટલીક રોચક માહિતી પણ હાથ લાગી હતી, જેમાં બંને રૂપજીવનીઓ બાંગ્લાદેશના ઢાકાની હોવાની વાત જાણવા મળ્યું, તો કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશથી આવેલી આ મહિલાઓના ભારતના આધારકાર્ડ પણ છે, બાંગલાદેશની રૂપજીવનીઓ પાસે આધારકાર્ડ ક્યાંથી આવ્યું, ક્યાં આધારે આવ્યું, કોણે અપાવ્યું, ખરેખર આ ઘુસણખોર છે કે નહિ વગેરે પ્રશ્નો સર્જાયા છે. સમગ્ર બાબતે હાલ તો પોલીસ તપાસ ચાલું છે. અન્ય દેશમાંથી આવતા લોકોએ નિયમ પ્રમાણે કાગળો કરવાના હોય છે, પરંતુ મળતિયાઓ દ્વારા સેટિંગ કરી દેહવ્યાપાર માટે મહિલાઓની તસ્કરી કરવામાં આવી રહી હોવાની શંકા આ ઘટના બાદ થઇ રહી છે. હાલમાં જ બાળકોની તસ્કરીના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો હતો, શું પાડોશી દેશ કે આંતરરાજ્યમાંથી મહિલાઓની પણ તસ્કરી થઇ રહી છે કે કેમ એ તપાસનો વિષય છે.