સાવધાન ! યુવકના પેન્ટના ખિસ્સામાં રાખેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ

સાવધાન ! યુવકના પેન્ટના ખિસ્સામાં રાખેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-ઉપલેટાઃ

આજના યુગમાં બાળકોથી લઇને મોટેરા સુધી તમામ લોકોમાં મોબાઇલ ફોન રાખવો ફરજિયાત બની ગયું છે. જો કે જેવી રીતે મોબાઇલની સંખ્યા વધી રહી છે, તેમ તેમ મોબાઇલ બ્લાસ્ટની ઘટનામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના ઉપલેટામાં સામે આવી છે. અહીં એક યુવાનના ખિસ્સામાં રાખેલા સ્માર્ટ ફોનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો જેના કારણે યુવકને ગંભીર ઇજા પહોંચી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ઉપલેટા શહેરમાં ફરસાણની દુકાન ધરાવતા અને કેટરર્સનું કામ કરતાં યુવાનના પેન્ટના ખિસ્સામાં રાખેલા મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા તેના પગ અને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. યુવક હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાનો અને લોકોમાં વધતા જતાં સ્માર્ટ ફોનના ઉપયોગને જોતા આ ઘટના સમાજ માટે આંખ ઉઘાડતી ઘટના છે. ટેક્નોલોજીના ઉપયોગથી ઘણીવાર જીવનું જોખમ પણ ઉભું થઇ રહ્યું છે. ત્યારે મોબાઇલ બ્લાસ્ટથી શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.