ભાડાના ફ્લેટમાં બંગાળી યુવતીઓ રાખી ચાલતા કુટણખાનાનો પર્દાફાશ

ભાડાના ફ્લેટમાં બંગાળી યુવતીઓ રાખી ચાલતા કુટણખાનાનો પર્દાફાશ
ફાઇલ તસવીર

Mysamachar.in-રાજકોટઃ

રાજકોટના પોશ વિસ્તાર એવા કાલાવડ રોડ પર ભાડે ફ્લેટ રાખી ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ બંગાળની અને અમદાવાદમાં રહેતી બે યુવતીઓને દેહવ્યાપાર કરાવવા માટે રાજકોટ લઇ આવ્યો હતો, અહીં તે ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયા ઉઘરાવી પોતે અડધી રકમ રાખી લેતો અને યુવતીઓને બાકીની રકમ આપતો હતો. પોલીસે શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે શહેરના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક રાંદલ માતાજીના મંદિર પાસે ગ્રીન હિલ નામના એપાર્ટમેન્ટમાં પહેલા માળે ફ્લેટ નં. 101માં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી, બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો ને પંચ, લેડીઝ પંચની ટીમ તૈયાર કરી. ત્યારબાદ પોલીસે ફ્લેટમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન એક રૂમમાં ડમી ગ્રાહક અને યુવતી મળી આવ્યા હતા, જ્યારે અન્ય એક યુવતી અને હિરેન નામનો શખ્સ પકડાયા હતા. પોલીસે હિરેનની ધરપકડ કરી બંને યુવતીઓની પુછપરછ હાથ ધરી હતી. જેમાં બંનેએ જણાવ્યું કે તેઓ અમદાવાદમાં નરોડા વિસ્તારમાં રહે છે. તે મૂળ બંગાળની રહેવાસી છે, હિરેન બંનેને અમદાવાદથી રાજકોટ લઇ આવ્યો હતો અને રાજકોટમાં ભાડેથી એક ફ્લેટ રાખ્યો હતો જ્યારે ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયા લઇ યુવતીઓને એક હજાર રૂપિયા આપતો હતો. તો પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલો હિરેન અગાઉ પણ વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં ગોરખધંધાના કેસમાં ચોપડે ચડી ચૂક્યો છે.