Mysamachar.in-જામનગર:
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા એ ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવતા ગુજરાત ભાજપમા અનેરો ઉત્સાહ છે,અને તેઓએ મહત્વની મીટીંગ યોજી ભાજપ સંગઠનને પ્રેરિત અને પ્રોત્સાહીત કર્યુ છે,તેમજ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવા માર્ગદર્શન આપ્યુ હતુ,અને સદસ્યતા અભિયાનની સમીક્ષા કરી હતી,
પ્રદેશ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા,મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ,ગુજરાત પ્રદેશ ભાજપાનાં અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સહિતના હોદેદારો સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ આ ખાસ મીટીંગમા ઉપસ્થિત રહ્યા હતા,અને પક્ષના આગામી કાર્યક્રમો વિશે સઘન વિસ્તૃત ચર્ચા-વિચારણાઓ કરી, મહત્વપુર્ણ માર્ગદર્શન મેળવ્યુ હતું,
ઉલ્લેખનીય છે કે જુનાગઢ મહાનગરપાલીકાની સામાન્ય ચુંટણીઓ માટે રવિવારે મતદાન છે,ત્યારે તાજેતરમાં જ જામનગરના સાંસદ પૂનમબેન માડમ એ જુનાગઢનો ચુંટણી પ્રચાર યોજી ભારતીય જનતા પાર્ટીના હોદેદારો ,કાર્યકર્તાઓ સાથે મીટીંગો યોજી હતી તેમજ જુદા-જુદા વોર્ડમા ચુંટણી પ્રચાર માટે સભાઓ મીટીંગો યોજી વિવિધ સમાજના આગેવાનો સહિત વિવિધ એસોસીએશનો સહિત ભાઇઓ-બહેનો એમ સૌ મતદારોને જુનાગઢ મહાનગરપાલીકામા ભારતીય જનતાપાર્ટી ને ફરી જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ-અનુરોધ માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી તેમ જુનાગઢથી પ્રાપ્ત થતા અહેવાલો જણાવે છે,
વધુમાં સંસદીય વિસ્તારમા સતત પ્રવાસ,રજુઆતકર્તાઓને મુલાકાત આપી પ્રશ્ર્નોના નિરાકરણ, સરકારના વિવિધ સમારોહ-કાર્યક્રમોમા ઉપસ્થિત રહી પ્રેરક સંબોધન અને પ્રોત્સાહન આપવા,શહેરી વિસ્તાર સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો સહિત છેવાડાના માનવી સુધી ને જરૂરી સુવિધાઓ પુરી પાડવા સાથે સાથે સરકારની દરેક યોજનાના લાભ અવિરત મળે તે માટે સાંસદ પૂનમબેન માડમ સતત કાર્યશીલ રહી સરકારના અને સંગઠનના દરેક કાર્યક્રમોમા મહત્વની ફરજ અદા કરતા રહેતા હોવાનુ વિવિધ કાર્યક્રમોના અહેવાલો અને સોશ્યલ મીડીયામાંથી જાણવા મળે છે,તેમજ તેઓ શિક્ષણ-આરોગ્ય- મહિલા અને બાળકોના વિકાસ માટે તથા પાયાના તમામ મહત્વના કાર્યો માટે અવિરત જહેમત ઉઠાવે છે અને પ્રાથમીક સુવિધાઓ સાથે મહત્વના પ્રોજેક્ટ માટે અને રેલવે,પોસ્ટ,બીએસએનએલ,ઇન્કટેક્સ,સેન્ટ્રલએક્સાઇઝ-કસ્ટમ્સ-નેશનલ હાઇવે સહિત કેન્દ્ર સરકારના વિભાગોમા લોકોની રજુઆતો પહોંચાડી સફળ નિરાકરણ લાવતા રહ્યા છે અને સતત લોકોની વચ્ચે રહેતા હોય સાંસદ પૂનમબેનની લોકપ્રિયતા ટોચ ઉપર છે,તેમ જામનગર સંસદીય વિસ્તારમાંથી ફીડબેક મળે છે.