લોકપ્રિય સ્કૂલના વિદ્યાર્થી માર્વએ S.O.F ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્પર્ધામાં કાસ્ય ચંદ્રક જીત્યો..

લોકપ્રિય સ્કૂલના વિદ્યાર્થી માર્વએ S.O.F ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્પર્ધામાં કાસ્ય ચંદ્રક જીત્યો..

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરની પ્રખ્યાત લોકપ્રિય સ્કૂલનો વિદ્યાર્થી માર્વ એલન રોઝારોએ S.O.F દ્વારા યોજાયેલ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીયસ્તરે ૮ માં નંબરે અને જોનલ રાઉન્ડમાં ૬ સ્થાન પ્રાપ્ત કર્યું છે,માર્વની સિધ્ધી બદલ S.O.F દ્વારા કાસ્યચંદ્રક અને ગિફ્ટ વાઉચર આપવામાં આવેલું હતું.આ સ્પર્ધા ૩૦ દેશોના ૫૦,૦૦૦થી વધુ સ્કૂલો માટે યોજવામાં આવી હતી.આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી વિરલ જૈન,ડાયરેક્ટર રક્ષા જૈન અને આચાર્ય ડો.ગીતા ભંભાણીએ માર્વને શુભેચ્છા પાઠવી હતી અને ભવિષ્યમાં પણ તેઓ ઊતરોતર પ્રગતિના શિખરો સર કરી અને લોકપ્રિય સ્કૂલ અને શહેરનું નામ રોશન કરે તેવી શુભકામના આપી હતી.