જાણો રાજ્યમાં કેટલા બાળકો થયા ગુમ અને શું છે કારણ 

જાણો રાજ્યમાં કેટલા બાળકો થયા ગુમ અને શું છે કારણ 

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજથી  પ્રારંભ થયો છે.જેમાં બજેટ પહેલા પ્રશ્નોતરીકાળ દરમિયાન સરકારે વિવિધ પ્રશ્નોના જવાબ રજૂ કર્યા હતા. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા વિવિધ આંકડાઓમાં ચોંકાવનારા તથ્યો પણ સત્ર દરમિયાન સામે આવતા રહેશે,રાજ્યમાંથી ગુમ થયેલા બાળકો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે બાળકો ગુમ થવાના મોટાભાગના કેસમાં પ્રેમ પ્રકરણ કારણભૂત છે.

સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 2,307 બાળકો ગુમ થયા છે, જેમાંથી 1,804 બાળકો મળી આવ્યાં છે.કુલ બાળકોમાંથી 497 બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.જે બાળકો ગુમ થયા છે,તેમાંથી મોટાભાગના બાળકોની ઉંમર 14થી 18 વર્ષ છે.90 % કેસમાં બાળકો ગુમ થવા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું સરકારે જણાવ્યું હતું.