જામનગરમાં ફરી સામે આવ્યું જમીન કૌભાંડ

જામનગરમાં ફરી સામે આવ્યું જમીન કૌભાંડ

Mysamachar.in-જામનગર:

મૃતક વ્યક્તિના નામે ખોટા વેંચાણ કરાર ઉભા કરીને જામનગરમાં કરોડોની કિંમતી જમીન હડપ કરવાનું કૌભાંડ બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ત્યારે જમીન કૌભાંડ આચારનાર તત્વોમાં ભાગદોડ મચી જવા પામી છે,

જમીન કૌભાંડની મળતી વિગત મુજબ જામનગરમાં રહેતા અબ્દુલકાદર મેમણની જમીન મહાપ્રભુજીની બેઠક પાછળ આવેલી છે. આ ૪૮ વિઘા જમીનનું બિનખેતી કરીને પ્લોટીંગ પાડવામાં આવ્યા હતા.

જેના પર ભુ-માફીયા તત્વોની નજર બગાડતા આ જમીન હડપ કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું અને જમીન પચાવી પાડવા માટે અબ્દુલકાદરના મૃતક પિતા અબ્દુલશકર અવસાન પામેલ હોય, તેના નામનો વેંચાણ કરારમાં નામ દર્શાવીને ખોટા કરાર ઊભા કરીને જામનગરના વજશી નંદાણીયા,અમીન મંઢા,ધોરાજી દલાલ હારુન મંઢા,જામનગરના અસરફ મંઢા,લાખાબાવળના અલ્તાફ ખીરા વગેરેએ કાવતરું રચીને બોગસ વેંચાણ કરાર કરવા અંગે સીટી-એ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આ મામલે વધુ તપસ હાથ ધરવામાં આવી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.