મકરસંક્રાંતિનું રાશિફળ, આ રાશિના જાતકોને થઇ શકે છે નુકસાન

મકરસંક્રાંતિનું રાશિફળ, આ રાશિના જાતકોને થઇ શકે છે નુકસાન

Mysamachar.in-અમદાવાદઃ

જ્યોતિશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે આ વખતે 14-15 એમ બે દિવસ મકરસંક્રાંતિનો તહેવાર રહેશે. મકરસંક્રાંતિ પૂર્ણ થયા બાદ કમૂર્તા પૂરા થશે અને સારા કાર્યો કરવાના મુહુર્ત શરૂ થશે. જો કે મકરસંક્રાંતિના દિવસે કેટલીક રાશિના જાતકો માટે નિરાશા અને મોટું નુકસાન કરનારો સાબિત થઇ શકે છે. મકરસંક્રાંતિના રાશિફળની વાત કરીએ તો મેષ રાશિના જાતકો ઘણાં લાંબા સમયથી જે કામ કરવાનું વિચારી રહ્યા છો, તે આ સમયગાળામાં ફટાફટ પૂર્ણ થશે. સરકારી અમલદારો દ્વારા શુભ સમાચાર મળે. સફેદ વસ્ત્ર, ચોખા,સાકર,ચાંદીની નાનકડી ચીજ વસ્તુનું દાન કરી શકે છે. વૃષભ રાશિના જાતકોની વેપાર-વ્યવસાયમાં ઉન્નતિ ખૂબજ સારી થશે. સંતાનોને નોકરી-ધંધાના ક્ષેત્રે શુભ તક મળી રહે. મિથુન રાશિના જાતકો વાદ-વિવાદ ન થાય માટે ખુબ જ સંભાળવું.નવા તેમજ જોખમી કાર્યો ટાળવાનો પ્રયાસ કરવો. કર્ક રાશિના જાતકોને ભૂતકાળની વાતો વારંવાર વિચારમાં આવ્યા કરે. નોકરી-ધંધામાં શૂભ પરિવર્તનના યોગ છે.

સિંહ રાશિના જાતકોએ જોખમી કાર્યો ટાળવાનો પ્રયાસ કરવો. વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ થશે. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. તુલા રાશિના જાતકોની પરેશાનીમાં વધારો શકે છે. જુના રોગોમાંથી રાહત મળે. વૃશ્ચિક રાશિના જાતકો નવા-નવા કાર્યો કરવાનો અવસર મળશે. માન-સન્માન અને પ્રસિદ્ધિમાં વૃદ્ધિ થશે.નવા સંપર્કો દ્વારા નવો ધંધો થશે. મકર રાશિના જાતકોને વેપાર અને વ્યવસાયમાં નુકસાની મોટી આવી શકે. પરિવારમાં માંગલિક પ્રસંગો આવે. કુંભ રાશિના જાતકો માટે રોકાણથી નુકસાની આવી શકે. સંતાનના આરોગ્ય અંગે ચિંતા સતાવી શકે છે. મીન રાશિના જાતકોને વેપાર અને વ્યવસાયમાં જૂની ઉઘરાણી આવવાથી લાભ થશે. સંબંધિઓ અને સહયોગીઓ પાસેથી મદદ પ્રાપ્ત થશે.