Mysamachar.in-જામનગરઃ
પોતાની લાડકી દીકરીના ભવિષ્યની ચિંતા કરતાં વાલીઓએ કેન્દ્ર સરકારની એક યોજનાનો ખાસ લાભ લેવો જોઇએ, આ યોજનાનું નામ છે સુકન્યા યોજના, આ યોજના અંતર્ગત વધુ વ્યાજ મળતું હોવાથી નિશ્ચિત સમયગાળા દરમિયાન રોકાણ કરવાથી નક્કી કરાયેલા વર્ષોમાં મોટી રકમની બચત જઇ જશે. હાલમાં જ કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઇને કેટલીક સૂચના જાહેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું કે આ યોજના હેઠળ કોઇપણ વ્યક્તિ 10 વર્ષથી નાના બાળક માટે સુકન્યા એકાઉન્ટ ખોલી શકશે.
સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા માટે છોકરીનું બર્થ સર્ટિફિકેટ અને માતા-પિતાના જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે. કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ બે પુત્રી માટે આ ખાતું ખોલી શકે છે. જો કે એક કુટુંબમાં જોડિયા પુત્રીઓનો જન્મ થાય છે, તો ત્યાં બે કરતાં વધુ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવી શકાય છે. નાણાકીય વર્ષ દરમિયાન કોઈ પણ એક ખાતામાં વધુમાં વધુ 1.5 લાખ અને ઓછામાં ઓછા 250 રૂપિયા જમા થઈ શકે છે. જો નાણાકીય વર્ષ દરમિયાન આ ખાતામાં લઘુત્તમ રકમ જમા કરાઈ નથી, તો તે 15-વર્ષના સમયગાળા દરમિયાન ગમે ત્યારે નિયમિત કરી શકાય છે. જો કે આ માટે દર વર્ષે 50 રૂપિયા દંડ ભરવાનો રહેશે.
હાલમાં સરકાર આ ખાતા પર 8.40 ટકા વ્યાજ ચૂકવે છે. તેના પર મહિનાની 5મી તારીખથી મહિનાના અંત સુધી જે ઓછામાં ઓછી રકમ હોય તેના આધારે વ્યાજની ગણતરી કરવામાં આવશે. દરેક નાણાકીય વર્ષ પછી ખાતામાં વ્યાજ જમા કરવામાં આવશે. બીજું સમૃદ્ધિ ખાતું બાળકના માતાપિતા અથવા 18 વર્ષ સુધીનું માતા-પિતા દ્વારા ચલાવી શકાય છે. છોકરીની ઉંમર 18 વર્ષની થઈ જાય છે તો છોકરી જરૂરી દસ્તાવેજો જમા કરીને આ ખાતું ચલાવી શકે છે. આ સિવાય વધુ માહિતી માટે નજીકની બેંકનો પણ તમે સંપર્ક સાધી શકો છો, ત્યાંથી તમને સંપૂર્ણ વિગત આપવામાં આવશે.