ખંભાળીયામાં દારૂનો કેસ કરવા પહોચેલી પોલીસ હુમલાનો ભોગ બની..

ખંભાળીયામાં દારૂનો કેસ કરવા પહોચેલી પોલીસ હુમલાનો ભોગ બની..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી નોકરો પર હુમલા અને ધમકીઓના બનાવોમા વધારો થઇ રહ્યો હોય તેમ વધુ એક ઘટના જીલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં સામે આવી છે, વાત એવી છે કે ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક જીતુભાઈ જામ સહિતનો પોલીસ સ્ટાફ એસટી ડેપો નજીક આવેલ વૃંદાવન નર્સરીની બાજુમાં કૈલાશ ખીમનાથ બાવાજીના મકાન નજીક દારૂના કેસની કાર્યવાહી પહોચી હતી, જે દરમિયાન આરોપીઓ કૈલાશ બાવાજી, અકબર મકરાણી, ખીમનાથ બાવાજી, હબીબ પઠાણ સહિતનાઓ સાથે મળીને પોતાના કબજાનો દેશી દારૂ સગેવગે કરવા માટે કાર્યવાહી કરવા માટે આવેલ પોલીસ સ્ટાફની ફરજમાં રૂકાવટ કરી અને ગાળો આપ્યા બાદ જીતુભાઈ અને અન્ય એક પોલીસકર્મીને પર હુમલો કરી ઇજાઓ પહોચાડવા સબબની એક મહિલા સહીત પાંચ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.