ખંભાળિયા:હર્ષદપૂર જિલ્લાપંચાયત સીટ ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું..

ખંભાળિયા:હર્ષદપૂર જિલ્લાપંચાયત સીટ ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું..

Mysamachar.in-ખંભાળિયા:

ખંભાળિયાના હર્ષદપુરના રાધાકૃષ્ણ મંદિર સામે ગઈકાલે હષદપુર જિ.પં.ના ભાજપના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરો, સરપંચો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ જિ.પં.ના સદસ્ય તથા જિ.પં.ના વિપક્ષીનેતા ગઢવી આગેવાન મયુરભાઈ રામભાઈ ગઢવી દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું, ભાજપના પીઢ અગ્રણી મિલનભાઈ મોદીએ પ્રવચન કરતા પૂનમબેન માડમની પાંચ વર્ષની કામગીરી તથા રાજકારણીઓમાં અનોખું વ્યક્તિત્વ તથા તેમની કામગીરીની વાતો વર્ણવી હતી,

હર્ષદપુર ખાતે ભાજપના કાર્યક્રમમાં ગ્રીનકોના ચેરમેન તથા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણજારીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે વિકાસ કાર્યો માટે તથા પ્રજાનું હિત જાળવનાર ભાજપને મત આપજો વધુમાં તેવોએ જન-ધન યોજના,ઉજ્વલા યોજના,શિક્ષણ સરસ્વતી સાધના યોજના,નર્મદા યોજનાની ઊંચાઈ વધારી ડેમોને જોડતી સૌની યોજના,તથા કરોડોના ખર્ચે રોડ-રસ્તા જિલ્લા તથા રાજ્યમાં બનાવવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા કટીબદ્ધ રહી હોવાનું તેવોએ જણાવ્યુ હતું. વિકાસકાર્યોની ઝાંખી વર્ણવીને દેશની સીમાઓનું ધ્યાન રાખતી અને વિશ્વમાં મહાસત્તા તરફ દેશને આગળ વધારનાર ભાજપની સરકારને ફરી મજબૂતીથી ચુંટી કાઢવા માટે પૂનમબેન માડમને મત માટે અપીલ કરી હતી,

પૂર્વ મંત્રી તથા ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે સમગ્ર જામનગર તથા દ્વારકા જિલ્લામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ માટે બધા ગામોમાં ઉત્સાહભેર સ્વાગત થાય છે, ઠેર-ઠેર ઘોડે સવારથી, ઉંટ સવારીથી, ઢોલ નગારા અને ફટાકડા ફોડી પૂનમબેનનું  સ્વાગત કરીને ગ્રામજનો અને શહેરી મતદારો આવકારે છે,

દેશના ૧૦/૧૨ યાત્રાધામોના વિકાસમાં દ્વારકાનો સમાવેશ કરાવવો,કરોડોના ખર્ચે બેટનો પુલ, રેલ્વેના મહત્વના કામો, ડબલ ગેઇજ, સ્ટોપ આપવા, નવા પ્લેટફોર્મ તથા રોડ-રસ્તા માટે કેન્દ્રની કરોડોની યોજના તથા જિલ્લાને ચાર-ચાર નેશનલ હાઈવે ની ભેટ જેવા કાર્યો તથા સૌરાષ્ટ્રના રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ માટે પુનમબેનની મહેનતની વાત કરીને મજબૂત સાંસદને ફરી પાંચ વર્ષ માટે તક આપવા અપીલ કરી હતી,“ભાજપ ની કાર્યપદ્ધતિ વિકાસથી હું ભાજપમાં જોડાયો”:પૂર્વ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પી.એસ.જાડેજા

ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તથા દેવભૂમિ જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં મોટું માથું ગણાતા તથા દેવભૂમિ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પી.એસ.જાડેજા તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા તેમણે પ્રવચનમાં જણાવ્યું કે છેવાડાના જિલ્લામાં પણ ભાજપની સરકાર કેન્દ્ર તથા રાજ્યમાં જે વિકાસ કરી રહી છે, તેનાથી આકર્ષાઈને હું ભાજપમાં જોડાયો છું અને હવે ભાજપની વિકાસયાત્રામાં પણ સહભાગી થઈશ. કોંગ્રેસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વેસર્વા છતાં ભાજપના વિકાસથી આકર્ષાઈને ભાજપમાં જોડાયાનું જણાવીને ભાજપને મત આપી વિકાસમાં સહયોગી થવા અપીલ કરી હતી,

“મતદારોની લીડ એ મારી તાકાત છે હું તમામ જ્ઞાતિની દીકરી છું”:પૂનમબેન માડમ

કાર્યક્રમમાં લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે કહ્યું કે, રાજકારણનો તેમનો અનુભવ રાજકીય મંચનો સેવા માટે ઉપયોગ કરવાનો છે તથા કેન્દ્ર સરકારમાં દ્વારકા જામનગર જિલ્લાના વિકાસકાર્યો માટે નોંધ લેવડાવીને મજબૂત સાંસદ તરીકે ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યારે રાષ્ટ્રની આ ચૂંટણીમાં ૨૦૧૪ની જેમ લીડ આપીને જીતાડવા પૂનમબેને હાજરસૌને અપીલ કરતા લોકોએ તેમને વધાવી લીધા હતા તથા સર્વજ્ઞાતિની દીકરી તરીકે અને તેમના પિતા ને શ્રદ્ધાંજલિ અર્પવા ગૌ સેવા ના કાર્યો તથા સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જેની લોકોએ નોંધ લીધી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા મતદારોની લીધે મને વધુ મજબૂત સાંસદ બનાવો તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો,

કોંગ્રેસના ઉમેદવાર તથા પક્ષ પર કર્યા પ્રહારો

લોકસભા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે સભા દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર પર પ્રહારો કર્યા હતા કે કોથળા ફરીને દેવા નીકળ્યા છે પણ કોઈ લેવા નથી આવતું? કામ ના કર્યું હોય તે  કોંગ્રેસની ટિકિટ માંગે!! તેમ જણાવીને હાલ દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ થઈ તેમાં કોંગ્રેસીઓ તેનું ગોઠવવામાં પડ્યા છે, તેમ કટાક્ષ કરીને દ્વારકા જિલ્લામાં પાક વીમો કે ટેકાના ભાવ અંગે કોઈ પ્રશ્ન ના હોય, અન્ય પ્રશ્નો ના મળતા મૂંઝવણમાં મૂકાયેલા કોંગ્રેસીઑ 70 વર્ષ પહેલા તેમની સરકારના બેરોજગારીના પ્રશ્નો ઉઠાવે છે!! જામનગર સીટ માટે ચાર-ચાર ઉમેદવાર ના સર્વે પછી છેલ્લે ઉમેદવાર નક્કી કર્યા અને ધરારથી લડવું પડ્યું તેવી વાતો કરીને કટાક્ષ કોંગ્રેસ પર વ્યક્ત કર્યો હતો તથા રાહુલ ગાંધીને બટેટા ઝાડ પર ઉગે અને શેરડીમાં ગોળ ઉગે તે જોવા ગયાની રસપ્રદ વાતો કરીને લોકોને હસાવ્યા હતા,

કોંગ્રેસ જિલ્લા મહામંત્રી સહિત આગેવાનો ભાજપમાં જોડાયા

હર્ષદપુર સીટ કાર્યકતા સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પી.એસ.જાડેજાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના જિલ્લા મહામંત્રી કે.ડી.માડમ ભાજપમાં જોડાયા હતા, જેમને પૂનમબેન માડમે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું તથા પૂર્વ તાલુકા પંચાયત સા.ન્યાય ચેરમેન કરસનભાઈ વિંઝોડા, બચુભા જાડેજા, કુહાડીયાના સરપંચ દેવાતભાઈ આહીર, માંઢાના પૂર્વ સરપંચ કિરીટસિંહ પથુભા જાડેજા સહિત અનેક આગેવાનો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા.