જામનગર રીયલ એસ્ટેટક્ષેત્રમા થઇ રહી છે નવાજુની...

જામનગર રીયલ એસ્ટેટક્ષેત્રમા થઇ રહી છે નવાજુની...
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગરના રીયલ એસ્ટેટ ક્ષેત્રમા છેલ્લા કેટલાક સમયથી કેટલાય ઉતાર અને ચઢાવો જોવા મળી રહ્યા છે,અત્યંત ખાનગીરાહે જાણવા મળેલી માહિતી મુજબ સ્થાનિક અમુક બિલ્ડરો ,બહારના રોકાણકારો અને રાજકીય સહિત જુદા-જુદા ક્ષેત્રોના ગઠબંધનની બાબતો આર્શ્ર્યકારક છે,જેના દ્વારા અમુક નવા સમીકરણો અને સંબંધો અને અઢળક નાણા વ્યવહારની બાબતો ખુલ્લી પડવા જઇ રહી છે,ખાસ કરીને જામનગરની હદ વધ્યાનો લાભ અને લ્હાવો લેવામા ચોક્કસ માર્ગદર્શન હેઠળ અનેક મોટામાથાઓએ લગડી જમીનો કબજે કર્યાનુ સુત્રો જણાવે છે,

હજુ અમુક વિગતો જેમા જુદી-જુદી સાઇટ,જામનગરથી ગાંધીનગર સુધીનુ ગઠબંધન,લગડી જમીન ચુપચાપ ક્લીયર કરાવ્યાની અને એ ઉપરાંત આ ક્ષેત્રના આકાઓનો હવે ડોળો ક્યાછે,તેવી અનેક બાબતો ઉપરથી પુરાવા સાથે  ટુંક સમયમા  પરદો ઉઠવાની શક્યતા છે સિવાય કે "માથા" મોટા પ્રકરણો દબાવી દે તો બહાર આવતા વિલંબ પણ થઇ શકે...રીયલ એસ્ટેટની મંદી એ આ ક્ષેત્રના અનેકધંધાર્થીઓને ઘર ભેગા કર્યા તો અનેક ને છુટ્ટા પાડ્યા નોટોની થપ્પી આવ્યા રાખે ત્યા સુધી તો બધુ સમુ સુતરુ ચાલે પરંતુ નાણા ફસાય એટલે ખટરાગ શરૂ થાય જેમા ઠંડક રાખનારા ટકી રહે પરંતુ અધુરીયા અને ઉતાવળા ઝઘડા કરી છુટા પડે તે સ્વાભાવીક છે,

-અમુક સરકારી અધિકારીઓ બિલ્ડરોની “સેવામા”

જાણકારોના મતે કોર્પોરેશન,જાડા,ડી.આઇ.એલ.આર.,સીટી સર્વે,રેવન્યુ,નગર નિયોજન વગેરે જમીનલગત સરકારી વિભાગોમાંથી અમુક કર્મચારીઓ અને અધીકારીઓ અમુક બિલ્ડરોની "નિયમિત"સેવામા ખડે પગે હોય છે,અને જુદી-જુદી જગ્યાએ મીટીંગ કરી ને કે અમુક વખતે ફોનથી વિગતો માહિતી માર્ગદર્શન.પુરૂ પાડે છે,તેના બદલામા સારા એવા "પુરષ્કાર" પણ મેળવે છે,કાં તો જમીનનો કટકો મેળવી લે કાં તો રોકાણ કરે છે,જો કે આ ગઠબંધન સિમિત છે,વ્યાપક નથી અને ખુબ ઉચ્ચઅધિકારીના જાણબહાર હોય છે,કોર્પોરેશનના એક અધિકારી  રેવન્યુના વર્ગ ૩ ના એક  કર્મચારી અને અધિકારી તેમજ જાડાના એક અધિકારીએ તો આ સેવાના બદલામા પોતાના સ્થાને સારી જમાવટ કરી રહ્યા છે,તેમને કોઇ ટચ કરી શકે તેમ નથી કેમ કે અમુક બિલ્ડરો રાજકીય ઓથ અને પાર્ટનરશીપનો સારો લાભ મેળવી સરકારી કચેરીમા ફેવરની ગોઠવણના માહિર હોય છે.

-ઉઠી ગયેલ  મોટુ માથુ હવે કંઇક-કંઇક જમાવટ કરવાની તૈયારીમા...

શહેરના એક સદ્ધર ડેવલપર છેલ્લા બે વર્ષથી ઉઠી ગયા જેવી કપરી હાલતમા મુકાયેલ તે ફરીથી પા-પા પગલી કરી સ્થિરતાની દિશામા આગળ ધપે છે,પક્ષાપક્ષીથી પર રહી રાજકીય માથાઓના જંગી નાણાકીય વ્યવહાર સંભાળનાર તેઓના રોકાણ ધંધા સારી રીતે સંભાળનાર આ પેઢી અનેક કારણોસર કાચીપડી જેમા અનેકને ધક્કા લાગ્યા અનેકની સરવાણીઓ બંધ થઇ ગઇ હતી,તેમા હવે જીવમા જીવ આવ્યો છે,અને બે-ત્રણ મોટા સોદા પાડવા અને પડાવવામા સક્રિય થઇ ગયા છે,જેના કારણે અમુક સરકારી વિભાગ,આશ્રીત બિલ્ડરો અને અમુક રાજકીય માથાઓના વ્યવહારો ચાલશે નહિ દોડવા લાગશે જો કે આ સમગ્ર મામલાની અનેક બાબતો પરદામા રહી તે જ અનેકના હિતમા રહી તેમ પણ સમીક્ષકો જણાવે છે.