Mysamachar.in-જામનગર:
જામનગરમાં બેડી વિસ્તાર વોર્ડ નંબર એકના ભાજપના કોર્પોરેટર ઉમર ચમડિયાના ઘર પર પથ્થરમારો થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે,ઉમર ચમડિયા વોર્ડ નં ૧ બેડી વિસ્તારના કોર્પોરેટર હોય અને વિસ્તારમા વિકાસના કામો કરતા હોય અને આગેવાન હોય જેથી હનીફ યુનુસ ભોકલ, મોસીન હનીફ ભોકલ, કાદર હનીફ ભોકલ, અકતર મુસા ગજીયા, હસન યુનુસ ભોકલ, અને અયુબ મુસા ગજીયાએ આ બાબતેનો ખાર રાખી ગેરકાયદેસર મડળી રચી ભાજપના કોર્પોરેટર ઉમર ચમડિયાના ઘર ઉપર છુટા પથ્થરોના ઘા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ઘમકી આપી અને ઘરને નુકશાન પહોચાડ્યાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધાતા પી.એસ.આઈ.વાઘેલાએ તપાસ હાથ ધરી છે.