કોરોનાના હાહાકાર વચ્ચે જામનગર પોલીસે ફેલાવી સેવાની સુવાસ..

કોરોનાના હાહાકાર વચ્ચે જામનગર પોલીસે ફેલાવી સેવાની સુવાસ..

Mysamachar.in-જામનગર:

આમ તો પોલીસનું નામ આવે એટલે કેટલાયનું મોઢું બગડી જાય....પણ ક્યારેક પોલીસની એવી પણ કામગીરી હોય છે કે જેની નોંધ લેવી આવશ્યક બની જતી હોય છે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસને લઈને મજુરી કામ કરતા મજુરો સહિતના લોકોને ધંધારોજગારીનો પ્રશ્ન છે, એવામાં ગતરાત્રીના જ રાજ્ય પોલીસવડા દ્વારા સમગ્ર રાજ્ય લોકડાઉનના આદેશો કરવામાં આવ્યા બાદ કેટલાય લોકો એવા છે જેમાં ખાસ કરીને મજુર વર્ગ અને રસ્તે રઝળતા લોકો જેને બે ટક ખાવાના પણ સાંસા હોય છે, 

ત્યારે આ બાબતે જીલ્લાપોલીસ વડા શરદ સિંઘલને ધ્યાને આવતા તેવોએ નીચલા સ્ટાફને આવા લોકો પણ આવા કપરા સમયમાં ભૂખ્યા ના રહી જાય તે માટે જણાવ્યું...જે બાદ પંચકોશી બી ડીવીઝન પી.એસ.આઈ.જે.ડી.પરમાર અને જામનગર શહેર વિસ્તારમાં શહેરના પોલીસઅધિકારીઓ કર્મચારીઓ દ્વારા જે લોકોને ભોજનની જરૂરિયાત છે અને ભૂખ્યા છે, તેવા લોકોને બપોરે જરૂરી ભોજનની વ્યવસ્થા પોલીસસ્ટાફ દ્વારા કરવામાં આવી પોલીસવિભાગની આ કામગીરી મહામારીના સમયે પણ કદર કરવા જેવી છે.