જામનગર સાંસદ પૂનમબેન માડમે જોડીયાપંથક અને આમરણ ચોવીસીની મુલાકાત લીધી

જામનગર સાંસદ પૂનમબેન માડમે જોડીયાપંથક અને આમરણ ચોવીસીની મુલાકાત લીધી

Mysamachar.in-જામનગર:

તાજેતરમાં જ બે દિવસ વરસાદે મેઘમહેર સાથે ધ્રોલ જોડિયા વિસ્તારમાં તોફાની બેટિંગ પણ કરી,..ત્યારે અમુક ગામો પાણીમાં ફેરવાઈ જવાને કારણે કેટલાય વિસ્તારોમાં કેટલીક સમસ્યાઓ ઉભી થઇ છે, ત્યારે લોકોની વચ્ચે જઈ અને સમસ્યાઓનો ઝડપી નિકાલ કરાવતા સાંસદ પુનમબેન માડમે સંસદીય મતવિસ્તાર મોરબી જિલ્લાના આમરણ ચોવીસી અને જોડિયા તાલુકાના માવનું ગામ, દૂધઈ, તારાણા, માધાપર, શામપર, મોરાણા, મેઘપર અને બાલંભા ગામોમાં તાજેતરમાં થયેલ અતિભારે વરસાદ અને ડેમી-૩ અને આજી-૪ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે પુરગ્રસ્ત થયેલ વિસ્તારની મુલાકાત લઈ ખેડૂતોની જમીનનું થયેલ ધોવાણ પશુપાલકોના મૃત્યુ પામેલ પશુધન તથા નાગરીકોને માલ-મિલ્કતની થયેલ નુકશાનીના કારણે અનુભવી પડેલ મુશ્કેલીનો વહેલી તકે નિવારણ લાવવા જરૂરી સર્વે તાત્કાલીક કરાવવા અને મળવાપાત્ર જરૂરી સહાય તાત્કાલિક મળી રહે તે માટે સાથે રહેલ અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.અને તાકીદે પગલા લેવા ટકોર કરી હતી.