જામનગર:જીલ્લા પંચાયતની સમિતિઓના ચેરમેનોની થઇ વરણી

જામનગર:જીલ્લા પંચાયતની સમિતિઓના ચેરમેનોની થઇ વરણી

mysamachar.in-જામનગર

જીલ્લા પંચાયતમાં ગત તારીખ ૭ ના રોજ તમામ સમિતિની રચના કરવામાં આવ્યા બાદ આજે મહત્વની એવી બાંધકામ અને કારોબારી સહિતના તમામ સમિતિઓના ચેરમેનોની નિમણુંક આજે સતાવાર રીતે કરવામા આવી છે,

આજે જીલ્લા પંચાયતમાં મળેલ બેઠકમા કારોબારી સમિતિના ચેરમેન પદે ગીતાબેન ગઢીયા,બાંધકામ સમિતિના ચેરમેનપદે નાથાભાઈ ગાગલીયા,આરોગ્ય સમિતિના ચેરમેન પદે રેખાબેન ગજેરા,સિંચાઇ સમિતિના ચેરમેન પદે સુમિત્રાબેન સાવલીયા,શિક્ષણ સમિતિના ચેરમેનપદે મોહનભાઈ પરમાર,તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનપદે દયાબેન રાઠોડ ને રીપીટ કરવામાં આવ્યા છે,

આમ એક સમયે ઉકળતા ચરૂ વચ્ચે હવે ઘી ના ઠામમાં ઘી પડી ગયું હોય તેમ શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ સમિતિઓના ચેરમેનોની આજે વરણી કરાઈ છે.