જામનગર:જીલ્લાના P.I. અને P.SI.ની કરવામાં આંતરિક બદલીઓ

જામનગર:જીલ્લાના P.I. અને P.SI.ની કરવામાં આંતરિક બદલીઓ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરના મહાદેવનગર વિસ્તારમાં ગઈકાલે જુગારની ક્લબ પર એલસીબીએ દરોડો કરતાં તેના આફ્ટરશોકના ભાગરૂપે સી ડીવીઝન પી.આઈ.જી.પી.પરમાર સહીત પાંચ ને સસ્પેન્ડ કરવાના હુકમ બાદ અન્ય પાંચ પી.આઈ. અને ૭ પી.એસ.આઈ ની આંતરિક બદલીના હુકમો પણ જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં ઈન્વેસ્ટીગેટીવ યુનીટ ક્રાઈમ અગેઈન્સ્ટ વુમનના પી.આઈ. એમ.એમ.રાઠોડ ને લીવ રીઝર્વમા, સીટી એ ડીવીઝનના પી.આઈ. એસ.એચ.રાઠવા ને ઈન્વેસ્ટીગેટીવ યુનીટ ક્રાઈમ અગેઈન્સ્ટ વુમનના પી.આઈ. તરીકે મુકાયા છે,

તો અન્ય જિલ્લામાં થી બદલી પામીને આવેલા પી.આઈ. એસ.એન.સાટી ને એલ.આઈ.બી, એમ.જે.જલુ ને સીટી સી ડીવીઝનમા અને ટી.એલ વાઘેલા ને સીટી એ ડીવીઝન મા મુકવામાં આવ્યા છે,તો પી.એસ.આઈ ની જે બદલીઓ કરવામાં આવી છે તેમાં રીડર ટુ એસ.પી. એમ.આર.સવસેટા ને સીટી સી ડીવીઝન, જે.બી.ખાંભલા ને લાલપુર થી રીડર ટુ એસ.પી, પંચકોષી બી ના બી.એસ.વાળા ને લાલપુર, લીવ રીઝર્વ મા રહેલા જે.પી.સોલંકી ને સીટી સી ડીવીઝન, ધ્રોલના એમ.એલ.આહીર ને બેડીમરીનમા, લીવ રીઝર્વમા યુ.કે.જાદવ ને સીટી બી ડીવીઝન અને લીવ રીઝર્વ જે.આર.કરોતારા ને પેરોલ ફર્લો સ્કવોડમા મુકવામાં આવ્યા છે.