Mysamachar.in-ગાંધીનગર:
લોકસભા ૨૦૧૯ ની ચુંટણી સમયે જીલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ રવિશંકરે સુપેરે નિભાવતા રાજ્યના ચુંટણીપંચ દ્વારા તેમની કદર કરવામાં આવી છે, રાજ્યની નિર્ણાયક સમિતિ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ જીલ્લા ચુંટણી અધિકારી તરીકે જામનગર કલેકટર અને જીલ્લા ચુંટણી અધિકારી રવિશંકરની પસંદગી થઇ છે, ત્યારે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મેડીકલ કોલેજ ઓડીટોરીયમ ખાતે એક સમારંભ યોજાયો હતો.,જ્યાં આ અનેરું સન્માન જીલ્લા ચુંટણી અધિકારી તરીકે જામનગર કલેકટર રવિશંકરે પ્રાપ્ત કર્યું છે, જામનગર માટે પણ એ ગૌરવની વાત છે.