ઈમામ હુસેન ની યાદમાં આગ પર કઈ રીતે મનાવાય છે માતમ..

mysamachar.in-જામનગર:

જામનગર ના ખોજાસીયા ઈશનાશરી જમતા ના લોકો દ્વારા ઈમામે હુસેન ની યાદ માં દરવર્ષ સળગતા અંગારાઓ પર ચાલીને શહીદ ઈમામ હુસેનની કુરબાનીના માતમ ને અનોખી રીતે મનાવી અને કુરબાનીને યાદ કરવામાં આવે છે,ઈમામ હુસેન એ  સત્ય ને કાજે તેમના ૭૨ જેટલા સાથીઓ સાથે શહીદી વહોરી હતી.અને તે કુરબાની ને યાદ કરવા તમામ મુસ્લિમ બિરાદરો મહોરમ ના પર્વ ને માતમ ના પર્વ તરીકે ઉજવી અને અલગ અલગ પ્રકારે માતમના પર્વ તરીકે મનાવતા હોય છે,

ત્યારે જામનગર માં ઈમામ હુસેન ની કુરબાની ને યાદ કરવા ખોજાગેટ પાસે આવેલ ખોજાશિયા ઈશનાશરી જમાત ના ભાઈઓ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ખોજાધર્મશાળા માં સળગતા અંગારાઓ પર ચાલી ને શહીદો ની કુરબાનીને યાદ કરી માતમ મનાવાય છે,ગતરાત્રી ના પણ આ કાર્યક્રમ યોજાયો જેમાં યા હુસેન...યા હુસેન ના નારા સાથે સળગતા અંગારાઓ પર કઈ રીતે નાના બાળકો થી માંડીને વયોવૃદ્ધ લોકો ચાલ્યા તે જોવા ઉપરનો વિડીયો ક્લીક કરો