વિધાનસભામાં પ્રશ્નોતરીકાળમાં આવ્યા મહત્વના મુદાઓ સામે 

વિધાનસભામાં પ્રશ્નોતરીકાળમાં આવ્યા મહત્વના મુદાઓ સામે 

Mysamachar.in-ગાંધીનગર:

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત છે, નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરે તે પહેલાં વિધાનસભામાં એક કલાકનો પ્રશ્નોતરીકાળ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસે ખેડૂતોના નુકસાનની સહાય સહિત વિવિધ પ્રશ્નો પુછ્યા હતા. તો ખેડૂતોની આત્મહત્યા અંગેનો સવાલ પણ વિધાનસભામાં પુછવામાં આવ્યો હતો. વિવિધ પ્રશ્નોનાં સરકારે જવાબ આપ્યા હતા. ખેડૂતોની આત્મહત્યા, પાક વીમા કંપનીઓની ફરિયાદ, ખેડૂતોનાં નુકસાનની ચૂકવણી સહિત અનેક સવાલોનાં સરકારે લેખિતમાં જવાબ આપ્યા હતા.

ખોટમાં ચાલતું રાજ્યનું વાહન વ્યવહાર નિગમ
રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમને કરોડોની આવક છતાં ખોટ યથાવત હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષ 2017-18માં રૂ.2317 કરોડની આવક સામે રૂ.866 કરોડની ખોટ થઈ હતી. વર્ષ 2018-19માં રૂ.2540 કરોડની આવક સામે રૂ.1017 કરોડની ખોટ થઈ હતી. વર્ષ 2019-20માં રૂ.2249 કરોડની આવક સામે રૂ.748 કરોડની ખોટ વાહન વ્યવહાર નિગમને થઈ હતી.

પ્રવાસન પાછળ સરકારે કરોડો ખર્ચ્યા 
આજથી વિધાનસભામાં બજેટસત્ર ચાલુ થયું છે, તે પૂર્વે પ્રશ્નોતરીકાળમાં સામે આવ્યું કે રાજ્યસરકારે પ્રવાસનને વેગ આપવા પાછળ જાહેરાતોમાં કરોડો ખર્ચી નાખ્યા છે, સરકારે ૬૬.૭૯ કરોડની જાહેરાત પાછળ ખર્ચી નાખ્યાનું સામે આવે છે,તો આ ખર્ચ સામે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે,

ગરીબી નાબુદીના સ્વપ્ન વચ્ચે ચાર જિલ્લાઓમાં BPL કાર્ડ ધારકોની સંખ્યામાં વધારો 

એક તરફ રાજ્અય સરકાર ગરીબી નાબુદીના દાવો કરે છે તો બીજી તરફ બીપીએલ કાર્ડ ધારકોની સંખ્યામાં વધારો શું સૂચવે છે, અમરેલી, બનાસકાંઠા, અમદાવાદ અને પાટણમાં BPL કાર્ડ ધારકોની સંખ્યા વધી હોવાનું સામે આવ્યું છે, વર્ષ 2018-19 માં ચાર જિલ્લામાં 3635 BPL ધારકોનો થયો વધારો થયો છે અને સૌથી વધારે અમરેલી જિલ્લામાં 2780 BPL ધારકો વધ્યા

આટલા ખેડૂતો એ કરી આત્મહત્યા 
પ્રશ્નોતરીકાળ દરમિયાન રાજ્યમાં ખેડૂતોના આપઘાતના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્ગારકામાં 2 વર્ષમાં 4 ખેડૂતોનો આપઘાત, જૂનાગઢમાં 2 વર્ષમાં 3 ખેડૂતનો આપઘાત, પોરબંદરમાં 1, સાબરકાંઠામાં 1 ખેડૂતનો આપઘાત જ્યારે સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2 ખેડૂતોએ આપઘાત કર્યો હોવાનું સરકારે જાહેર કર્યું હતું.