કાલાવડમા ભડાકા કરવા બે પોલીસકર્મીઓ સહીત ચારને પડયા ભારે...

Mysamachar.in-જામનગર: 

કાલાવડમાં ચાર દિવસ પૂર્વે રાત્રીના સમયે કાલાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે બે પોલીસકર્મીઓ અને અન્ય બે વ્યક્તિઓ પહોચ્યા હતા,અને પોલીસકર્મીઓં માનસંગ રવજીભાઈ ઝાપડીયા અને જયદીપ રમેશભાઈ જેસડીયા એ પોતાની પાસે રહેલ રિવોલ્વરમા થી અન્ય બે શખ્સો જુજર શબીર માંકડા અને મયંક અશોકભાઈ સોજીત્રા ને એક –એક રાઉન્ડ હવામાં ફાયરીંગ કરાવ્યાની ઘટના સામે આવી હતી,જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે ઢાંકપીછાંડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,પણ ઘટનાના સીસીટીવી વાયરલ થઇ જતા જીલ્લા પોલીસવડા એ આ બાબતને ગંભીરતાથી લઈને તપાસના આદેશો આપ્યા હતા, અને અંતે આ મામલે બે પોલીસકર્મી અને અન્ય બે શખ્સો સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં પીએસઆઈ લાડુમોરે ફરિયાદી બની ગુન્હો દાખલ કરાવવો પડ્યો છે.

-પીએસઆઈ શા માટે વિગતો છુપાવવાનો પ્રયાસ કરે છે,

કાલાવડમાં ચકચાર જગાવનાર આ મામલે સ્થાનિક પીએસઆઈ લાડુમોર આમ તો ફોન ઉપાડતા નથી અને ફોન ઉપાડે છે તો આ મામલે કાઈ વિગતો જે હવે તો ગુન્હો નોધાઈ ચુક્યો છે,છતાં પણ આપવા માંગતા નથી તેનું કારણ ગળે ઉતરતું નથી.

-એએસપી સંદીપ ચૌધરી એ કહ્યું કે..

આ મામલે એએસપી સંદીપ ચૌધરી અ કહ્યું કે આ બને પોલીસકર્મીઓ સામે તપાસના આદેશો આપવામાં આવ્યા છે,અને હાલ બને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ,અને જે રિવોલ્વરમા થી ફાયરીંગ કરવામાં આવ્યું તે સરકારી નહિ પરંતુ પોતાના હથિયાર પરવાનાવાળી હોવાનું તેમણે જણાવ્યું હતું.