આવતીકાલ થી પેટ્રોલ ભરાવવું હોય તો આ ટાઈમ નોંધી લેજો 

આવતીકાલ થી પેટ્રોલ ભરાવવું હોય તો આ ટાઈમ નોંધી લેજો 
file image

Mysamachar.in-અમદાવાદ:

કોરોના વાયરસને પગલે કેટલાય પગલાઓ તકેદારી માટે લેવામાં આવી રહ્યા છે, ત્યારે તેમાં વધુ એક સાવચેતીના પગલાનો ઉમેરો થયો છે, અત્યારસુધી જયારે પેટ્રોલપંપ પર જાવ ત્યારે પેટ્રોલ મળી રહેતું હતુ, પણ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ આવતીકાલથી રાજ્યમાં સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી જ પેટ્રોલપમ્પો પર પેટ્રોલ, ડીઝલ  મળી શકશે.આ રીતે ની વ્યવસ્થા જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી રહેશે.