કેવી રીતે એક શખ્સ શારજહાંથી લાવ્યો 500 ગ્રામ સોનું 

કેવી રીતે એક શખ્સ શારજહાંથી લાવ્યો 500 ગ્રામ સોનું 

Mysamachar.in-સુરત:
જેમ બુટલેગરો ને દારૂ ઘુસડવો હોય તો તે ગમે તે રીતે અલગ અલગ કીમીયાઓ અજમાવીને દારુ ઘુસાડી જ દે છે, તે જ રીતે જેને દાણચોરી કરવી છે તે ગમે તેમ અવનવી તરકીબો અજમાવીને દાણચોરી કરી જ લે છે, તેમાં પણ સુરત અને અમદાવાદ એરપોર્ટ પર વિવિધ તરકીબો દાણચોરીની અનેકવાર સામે આવી ચુકી છે, ત્યારે વધુ એકવખત સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરતા એક શખસની ધરપકડ કરી છે. આ ભેજાબાજ દાણચોરી કરતા શારજહાથી 500 ગ્રામ સોનું એવી રીતે સંતાડ્યું હતું કે જોનારાને વિશ્વાસ પણ ના આવે...


 
કસ્ટમ વિભાગના અધિકારીઓએ શારજહાથી આવેલા શખ્સની ધરપકડ કરી હતી. આ શખસ એટલો ભેજાબાજ હતો કે તેણે પોતાની કાળી કરતૂતમાં સફળતા મેળવવા માટે બેગના કવરમાં વરખમાં સોનું છુપાવીને લાવ્યો હતો. આ શખ્સ કસ્ટમ વિભાગના હાથે રૂ.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો છે. સુરત કસ્ટમ વિભાગે શારજાહ ફ્લાઈટમાં આવેલા ગણેશ વાલોદ્રા પાસેથી 20 લાખનો મુદ્દામાલ મળી આવતા તેની તપાસ હાથ ધરાઈ છે. સુટકેસના કવરમાં છુપાયેલા વરખ સ્વરૂપમાં સોનું મળી આવતા દાણચોરોની નવી નવી તરકીબો બહાર આવી રહી છે. કસ્ટમ અધિકારીઓની તપાસમાં ગણેશ પાસેથી 500 ગ્રામ જેટલું સોનુ મળી આવ્યું છે.અને હવે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે