૧૧ ફૂટના મગરનું કુવામાંથી કઈ રીતે થયું રેસ્ક્યુ, જુઓ VIDEO

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામકલ્યાણપૂર તાલુકાના ચૂર ગામે વાડી વિસ્તારના કુવામાથી 11 ફૂટ ની મગરનૂ રેસ્ક્યુ સ્થાનિકો અને ફોરેસ્ટ વિભાગની મદદથી હાથ ધરવામાં આવ્યું છે. જાણવા મળતી વિગત પ્રમાણે સાની ડેમ નજીક પાણી ઓછુ થતા આ મગર કુવા સુધી આવ્યા હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે સવારે ફોરેસ્ટ વિભાગ દ્વારા સલામત રીતે મગરને બહાર કાઢી લેવામાં આવ્યો છે. કઈ રીતે મસમોટા મગરને કુવાની બહાર કાઢવામાં આવ્યો જુઓ VIDEO…

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.