કેમિકલ ટેન્કમાં લાગેલી આગે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું, બે લોકો ભડથું

કેમિકલ ટેન્કમાં લાગેલી આગે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું, બે લોકો ભડથું

Mysamachar.in-કચ્છઃ

કચ્છના કંડલા પોર્ટ અને ઇન્ડિયન ઓઇલ કંડલા રિફાઇનરી નજીક કેમિકલ IMC સ્ટોરેજ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ બાદ આગ લાગી હતી, આ આગે ટૂંક સમયમાં જ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી હતી, તો ઘટનાની જાણ થતા જ 10 જેટલા ફાયર ફાઇટર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટનામાં અત્યારસુધીમાં બે લોકોનાં મોત થયાનું જાણવા મળ્યું છે, જ્યારે બેથી વધુ લોકો ગુમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.  મળતી માહિતી પ્રમાણે કંડલા પોર્ટ પર IMC આવેલી છે. જેના ટેન્ક 303 નંબરની મેથનોલની ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના પગેલ આજુ બાજુ કામ કરતાં લોકો ભડથું થયા હતા.