હાલારના દોઢ લાખ લોકો ઉપરનુ જોખમ ટાળવા કવાયત

હાલારના દોઢ લાખ લોકો ઉપરનુ જોખમ ટાળવા કવાયત

Mysamachar.in-જામનગર:

જામનગર અને દ્વારકા બંને જિલ્લાના દોઢલાખથી વધુ લોકો ઉપરનુ જોખમ ટાળવા તંત્રની કવાયત છે,કેમ કે ૩૫૫ કી.મી.ના સાગરકાંઠાના છ તાલુકાના ૩૮ થી વધુ બંદર સહિતના નાના મોટાગામના લોકો અને અગરિયાઓ તેમજ પોર્ટ ગતિવિધી સાથે સંકળાયેલા સૌ તેમજ માછીમારી વસાહતો ઉપર જોખમ રહે કેમ કે જે "વાયુ" વાવાઝોડુ આવી રહ્યુ છે,તેની અસર હેઠળ જાનમાલનુ નુકસાન ટાળવા તમામ આગમચેતી લેવી પડે તે સ્વાભાવિક છે,

જામનગર,લાલપુર,જોડીયા,ખંભાળીયા, સચાણા,કુન્નડ,હડીયાણા,બાલાચડી,બેડી,નાગના,સિક્કા,દિગ્વીજય ગ્રામ,બેડ,વસઇ,વાડીનાર,સલાયા,શિવરાજપુર,ડાલડા,રૂપેણ,ઓખા સહિતના ગામો તો સતત એલર્ટ છે,જેમાં તમામમા મળી દોઢ લાખથી વધુ દરિયાકાંઠા કે તેની નજીક છે તેમાંથી સાવ નજીક છે તેવા લોકોને ખસેડવાનુ આરંભાયુ છે,


ખાસ કરીને બંને જિલ્લાના ૨૨ ગામડામાંથી ૨૭૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાશે ઉપરાંત તે માટે અને વાવાઝોડા સમયે આર્મી, નેવી અને ઐરફોર્સની મદદ સમગ્ર હાલારમા લેવાશે,તેમજ નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ આવી ગઇ બીજી બે આવી રહી છે,તેના જવાનો બંને જિલ્લાના હેડક્વાર્ટરમા સજ્જ રહેશે,


પંચાયત,શિક્ષણ....પણ સક્રિય કરાયા

ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમમાથી જાણવા મળ્યા મુજબ તાલુકાવાર બંદર વિસ્તાર વાર તલાટીમંત્રી,પોલીસમેન અને શાળાના આચાર્ય એમ ત્રણ-ત્રણ ની ટીમને જવાબદારી સોંપી  પંચાયતમા પણ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા છે,સામાન્ય રીતે રેવન્યુ,ફીશરીઝ,પોર્ટ,સોલ્ટ,મરીન,પોલીસ આવા સમયમા એલર્ટ થઇ કામ કરતા હોય છે,ત્યારે આ વખતે પંચાયત અને શિક્ષણ વિભાગને પણ સક્રિય કરાયા તે સુખદ આશ્ર્ચર્યની બાબત છે