રીક્ષામાં બેસીને જ્વેલર્સની દુકાને પહોચ્યા હતા, આ રીતે પાડ્યું હતું બાકોરું 

રીક્ષામાં બેસીને જ્વેલર્સની દુકાને પહોચ્યા હતા, આ રીતે પાડ્યું હતું બાકોરું 

Mysamachar.in-જામનગર:

જામનગરમાં વધી રહેલી ઘરફોડ ચોરીઓની ઘટના બાદ પોલીસ આવા ગુન્હાઓને ઉકેલવા મથતી હોય છે, થોડા દિવસો પૂર્વેની વાત છે કે શહેરના ગોકુલનગર રડાર પર આવેલ પાર્વતી જ્વેલર્સ નામની દુકાનમાં બાકોરું પાડી ને મોટી માત્રામાં ચાંદીના ઘરેણાંઓની ચોરી થયાની ઘટના સામે આવી હતી, જે ગુન્હાનો ભેદ ઉકેલવામાં જામનગર એલસીબી ટીમને સફળતા મળી છે, અને ટીમે સીએનજી રીક્ષામાં ચોરી કરવા ગયેલ ટોળકીને ઝડપી પાડી છે, પોલીસે જવેલર્સની દુકાનમાં ચોરી કરનાર રવિ કાનાભાઈ ભટ્ટ, સલીમ સુમભાણીયા, તોગનશી ચારણ, અને મુકેશ રામાવતની ચાંદીબજાર નજીકથી અટકાયત કરી તેના કબજામાં થી ચાંદીની સાત કિલોની પાટ, ગુન્હામાં વપરાયેલ રીક્ષા સહિતનો મુદામાલ કબજે કર્યો છે, શખ્સો રીક્ષામાં બેસીને જ્વેલર્સની દુકાનમા ખાતર પાડવા પહોચ્યા હતા, જ્યાં તેવોએ બાકોરું કરવા માટે ત્રિકમ, કોસ, હથોડી સહિતના સાધનોનો ઉપયોગ કર્યો હતો જે પણ પોલીસે કબજે કર્યા છે.