Mysamachar.in-પંચમહાલઃ
RTOમાં થતા ભ્રષ્ટાચારથી સૌકોઇ વાકેફ છે, RTOની કચેરીમાં કામનું ભારણ ઓછું કરવા માટે થોડા સમય પહેલા જ સરકારે ITIમાં લર્નીંગ લાયસન્સ કઢાવવાની કામગીરી સોંપવામાં આવી હતી, જો કે હવે ધીમે ધીમે ITI પણ ભ્રષ્ટાચારનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. લુણાવાડાના સોનેલા ITIના ઇન્સ્ટ્રકટર, પટાવાળો તથા સીક્યુરીટીએ સાથે મળીને લર્નીગ લાયસન્સનો કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરવા લાંચ માગી હતી, જો કે લાંચની રકમ વોશરૂમમાં સ્વીકારતા ACBએ ગોઠવેલ છટકામાં રંગેહાથ ઝડપાયા છે.
બનાવની વિગત પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા ITIમાં ડ્રાવવીંગ લાયસન્સ કઢાવવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે મહિસાગરના સોનેલા ખાતે આવેલી ITIમાં એક વ્યક્તિ પોતાનું ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરી ફી ભરી હતી જેની કોમ્પ્યુરટર ટેસ્ટ માટે 24 જાન્યુઆરીના રોજની એપોઇમેન્ટ મેળવેલ હતી. જે અંગે શુક્રવારના રોજ ITIમાં પહોચી સિક્યોરિટી ગાર્ડ જયપ્રકાશ ખરાડીને વાત કરતા તેને કોમ્પ્યુરટર ટેસ્ટ પાસ કરવા માટે રૂપિયા ૧૫૦૦ની લાંચની માંગણી કરી હતી. જો કે વ્યક્તિએ લાંચ અંગેની જાણ ACBને કરતા છટકુ ગોઠવવમાં આવ્યુ હતું જેમાં સિકયોરિટી ગાર્ડ જયપ્રકાશે કહ્યા મુજબના નાંણા સ્વીકારવા માટે ITIના ઇન્સ્ટ્રક્ટર અસારી અરવિંદભાઇ, પટાવાળો બાબુ માલીવાડ તથા જયપ્રકાશ ખરાડી સિક્યોરિટી સંસ્થાના વોશરૂમમાં આવ્યા હતા. જ્યાં ACB દ્વારા ગોઠવવમાં આવેલ છટકામાં રોકડા રૂપિયા સાથે ત્રણ કર્મચારી આબાદ ઝડપાઇ ગયા હતા. તથા લાયસન્સ ધારકને પાસ કરવાની જવાબદારી દિપક વાઘડીયાએ લીધી હોવાનું બહાર આવતા તેમને પણ ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.