સિંહ દર્શન કરવા આવેલી વિદેશી યુવતી સાથે અશ્લિલ ચેનચાળા

સિંહ દર્શન કરવા આવેલી વિદેશી યુવતી સાથે અશ્લિલ ચેનચાળા
ફાઇલ તસવીર

Mysamachar.in-જૂનાગઢઃ

જૂનાગઢના સાસણમાં સિંહ દર્શન કરવા માટે દૂર દૂરથી ટૂરિસ્ટો આવી રહ્યાં છે, એવામાં સાત સમુંદર પારથી આવેલી એક વિદેશી યુવતીને કડવો અનુભવ થયો. યુવતી સાસણ નજીક ફોટોગ્રાફી કરતી હતી એ દરમિયાન એક અજાણ્યા બાઇક ચાલકે તેની છેડતી કરી, આ અંગે યુવતીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, જેમાં તેણીએ જણાવ્યું કે અજાણ્યો યુવક તેને દૂરથી અશ્લિલ ચેનચાળા કરતો હતો. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા યુવકની શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે લાંબા વિરામ બાદ સાસણમાં સિંહદર્શન માટે પાર્ક ખુલ્લો મુકાયો છે. એવામાં ટૂરિસ્ટની છેડતીની ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે સ્થાનિક લોકોની માગણી છે કે છેડતી કરનાર યુવક સામે કડક પગલા લેવામાં આવે.