Mysamachar.in-ગાંધીનગરઃ
ગાંધીનગરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગણવેશ કમિટીની બેઠકમાં પોલીસ કર્મચારીઓના યુનિફોર્મની પેટર્ન બદલવા નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતના સ્થાપના બાદ પ્રથમવાર ગુજરાત પોલીસના યુનિફોર્મમાં બદલાવ કરવમાં આવશે. ગૃહ વિભાગ દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય પ્રમાણે હવે જિલ્લા મુજબ અલગ અલગ બેઝ નહીં લાગે અને તમામ જિલ્લામાં ફક્ત ગુજરાત પોલીસનો બેઝ લાગશે. ગુજરાત પોલીસદળના લોકરક્ષક, કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિફોર્મમાં એક સૂત્રતા જળવાય રહે તે માટે રાજ્યપાલે યુનિફોર્મમાં સોલ્ડર એમ્બ્લમ લગાવવાની મંજૂરી આપી છે. આ હેઠળ ગુજરાત પોલીસના લોગોને સોલ્ડર એસેંબલ તરીકે લગાવાશે. ઉપરાંત નેમ પ્લેટમાં જિલ્લાનુ નામ લખાશે. આ સોલ્ડર એમ્બ્લમથી અન્ય રાજ્યોમાં પણ ગુજરાત પોલીસની ઓળખ જળવાઈ રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જિલ્લા પ્રમાણે અલગ-અલગ બેઝ પોલીસને આપવામાં આવ્યા હતા. જોકે હવે રાજ્યપાલની મંજૂરી બાદ સમગ્ર ગુજરાતની પોલીસના યુનિફોર્મમાં સુધારો કરવામાં આવશે. ઉપરાંત પોલીસની નેઇમ પ્લેટમાં કર્મચારીના જિલ્લાનું નામ પણ રાખવામાં આવશે.