અંતે જામનગર મનપામાં ડેપ્યુટી કમિશ્નરનું પદ ભરાયું ખરા...

અંતે જામનગર મનપામાં ડેપ્યુટી કમિશ્નરનું પદ ભરાયું ખરા...

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકામા છેલ્લે ડેપ્યુટી કમિશ્નર તરીકે સંજય પંડ્યા હતા,તેવોની બદલી થયા બાદ આ જગ્યા લાંબા સમયથી ખાલી હતી,(રાખવામાં આવી હતી તેવી ચર્ચાઓ પણ થાય છે )અને ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશ્નર તરીકે મુકેશ કુંભારાણા ચાર્જ સંભાળી રહ્યા છે,અને તેવો બે દિવસ બાદ રીટાયર્ડ થઇ રહ્યા હોય સરકાર દ્વારા જામનગર મનપામાં ડેપ્યુટી કમિશ્નરપદે હાલ કચ્છના મુંદ્રામા પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા એ.કે.વસ્તાનીને મુકવામાં આવ્યા છે,પણ જામનગર મનપાની પેટર્ન કઈક (અત્યારસુધી)એ રીતની રહી છે કે અહી કોઈ ડેપ્યુટી કમિશ્નર લાંબો સમય ટકતા નથી,ત્યારે આવનાર અધિકારી માટે એટલું કહીએ કે બેસ્ટ ઓફ લક...