આખરે સૌરાષ્ટ્રને મળી AIIMS,1200 કરોડના ખર્ચે રાજકોટ નજીક બનશે હોસ્પિટલ

આખરે સૌરાષ્ટ્રને મળી AIIMS,1200 કરોડના ખર્ચે રાજકોટ નજીક બનશે હોસ્પિટલ
ફાઇલ તસ્વીર

Mysamachar.in-ગાંધીનગર:

સૌરાષ્ટ્રવાસી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ દેશની સર્વોચ્ચ આરોગ્ય સંસ્થા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિઝ (AIIMS) રાજકોટને ફાળવવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે 

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે આજે એક પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતું કે રાજકોટ નજીક ખંઢેરી પાસે રૂ. 1200 કરોડના ખર્ચે નવી હોસ્પિટલનો આરંભ થશે અને આગામી 4 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવશે,રાજકોટ નજીક ખંઢેરી પાસે એઈમ્સ માટે જમીન ફાળવવામાં આવશે.રૂ.1200  કરોડના ખર્ચે 4 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવશે. હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે 100 બેઠકો ફાળવવામાં આવી છે. આથી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તક વધશે. 

એઈમ્સને લીધે સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે બહુ મોટો લાભ મળી શકશે.એઈમ્સના કારણે હાર્ટ ડિસિઝ, કેન્સર, ન્યુરોસર્જરી જેવી મુશ્કેલ સારવાર હવે રાજકોટમાં ઉપલબ્ધ બનશે.આ AIIMS 800થી વધુ બેડની સુવિધા હશે તેમ જાણવા મળી રહ્યું છે,

સૌરાષ્ટ્રને AIIMS મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.