આ તે કેવો બાપ..જેને ત્રણ ત્રણ દીકરીઓને બનાવી હવસનો શિકાર...

આ તે કેવો બાપ..જેને ત્રણ ત્રણ દીકરીઓને બનાવી હવસનો શિકાર...
પ્રતીકાત્મક તસ્વીર

mysamachar.in-પોરબંદર:

સગીરા પર દુષ્કર્મના કેસની વાત આવે એટલે ભલભલાનું કાળજું કંપી ઉઠે,અને આવા દુષ્કર્મ આચરનાર વિરુદ્ધ સ્વાભાવિક જ ફિટકાર વરસે પણ...પણ સગો બાપ જ પોતાની એક નહિ બે નહિ પણ ત્રણ ત્રણ માસુમ અને સગીરવયની દીકરીઓને પોતાની હવસ સંતોષવા શિકાર બનાવે તો આવા બાપ પર સમગ્ર ગુજરાતમાં થી થું.થું..થઈ રહ્યું છે,

વાત છે પોરબંદર જીલ્લાની જ્યાં છાયા નજીક આવેલ સાંઢિયાવાડ વિસ્તારમાં રહેતા એક હવસભૂખ્યા બાપ પોતાની ત્રણ ત્રણ સગીરવયની દીકરીઓ પર દુષ્કર્મ નો મામલો સામે આવતા ગાંધીભૂમી એવા પોરબંદર મા હડકંપ મચી જવા પામ્યો છે,

સાંઢિયાવાડ વિસ્તારમાં રહેતી અને થોડાવર્ષો પૂર્વે માતાની છત્રછાયા ગુમાવી દેનારી ૧૫ વર્ષની,૧૪ વર્ષની અને ૯ વર્ષની એમ ત્રણેય બહેનો આમ તો જુનાગઢ અભ્યાસ કરે છે,પણ જયારે વેકેશન કે રજાના દિવસો હોય ત્યારે તે પોરબંદર પોતાના પિતાને ઘરે આવતી ત્યારે હવસખોર પિતા તેને છેલ્લા કેટલાક વર્ષોથી આ જ રીતે હવસનો શિકાર બનાવતો હતો,અને દુષ્કર્મ આચર્યા બાદ આ વાતની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો,

પણ અંતે આ મામલા નો ભાંડાફોડ થયો અને આખોય મામલો પોલીસ મથકે પહોચતા કમલાબાગ પોલીસમથકમાં આરોપી પિતા વિરુદ્ધ બળાત્કાર,પોક્સો,જાનથી મારી નાખવાની ધમકી સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી અને પીઆઈ એસ.એમ.પટેલ અને સ્ટાફ એ વધુ તપાસ હાથ ધરી છે.