ટેલી મેડીસીનથી હરખાતુ તંત્ર સારવારમા ફેઇલ..

ટેલી મેડીસીનથી હરખાતુ તંત્ર સારવારમા ફેઇલ..

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામા અખતરા રૂપે ટેલી મેડીસીનનો પ્રોજેક્ટ ફેલ થઇ રહ્યો છે, કેમ કે એક તરફ અડધા PHC મા ડોક્ટરો નથી તેમાય વળી જે એક જગ્યાઐ સ્ટાર્ટ કરાયુ છે, ત્યા પણ સંતોષકારક કામ સીસ્ટમ આપતી ના હોવાથી બંધ જેવી સ્થિતિમાં જ હોવાનું જાણવા મળે છે, થોડા સમય પૂર્વે ગુજરાતમાં સૌ પ્રથમ જામનગર જિલ્લામાં ડોકટર વિહોણા આરોગ્ય કેન્દ્રમાં ટેલીમેડીસીનથી દર્દીઓની સારવાર કરવાનું જેમાં ડોકટર વગરના આરોગ્ય કેન્દ્વને જયાં ડોકટર હોય તે આરોગ્ય કેન્દ્રને કનેકટીવીટીના માધ્યમથી જોડી ટેલીમેડીસીન મશીન દ્વારા ડોકટરો દર્દીઓને તપાસ દવા આપવા આયોજન કરાયુ હતું,

જામનગર જિલ્લા પંચાયતે આ પ્રોજેકટ માટે રૂ.50 લાખની ફાળવણી કરી હોવાનું પણ જાણવા મળે છે,. જિલ્લામાં પ્રારંભિક તબકકામાં ધુડશીયા સબ સેન્ટરને જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડી ટેલીમેડીસીન સારવારનું નિદર્શન કરવામાં આવ્યુ છે, ટેલીમેડીસીન સારવાર સફળ બનતાં ગ્રામ્ય પંથકના દર્દીઓને સારવાર માટે તાલુકા મથકે થતાં ધકકા અને ખાનગી હોસ્પિટલોમાં ના છૂટકે લેવી પડતી મોંધી સારવારમાંથી મુકિત મળશે.ટેલીમેડીસીન મશીનની વિશેષતા એ છે કે,જે આરોગ્ય કેન્દ્રમાં તબીબ હોય તે કેન્દ્રને સાત જેટલા ડોકટર વિહોણા આરોગ્ય કેન્દ્ર સાથે જોડી શકાય છે તેવા અનેક દાવા કરાયા છે.

તેમજ જિલ્લાના જે આરોગ્ય કેન્દ્રમાં તબીબ છે ત્યાં ટેલીમેડીસીન મશીનનું મેઇન યુનીટ મૂકવામાં આવે છે. જે આરોગ્ય કેન્દ્રમાં તબીબ નહીં હોય તે કેન્દ્રને ઇન્ટેરનેટના માધ્યમથી મેઇન યુનીટ સાથે જોડવાનુ કામ ચાલે છે જેના કારણે ડોકટર વગરના આરોગ્ય કેન્દ્રમાં આવનાર દર્દીઓની બ્લડપ્રેશર,ધબકારા સહીતનું ચેકઅપ ટેલીમેડીસીન મશીન મારફત જોડાયેલા આરોગ્ય કેન્દ્રમાં ઉપસ્થિત તબીબ કરી શકશે.આટલું જ નહીં દર્દીની તપાસ કરી તબીબ દવાનું પ્રીસ્ક્રીપશન લખી આપશે જેની પ્રીન્ટ ડોકટર વિહોણા આરોગ્ય કેન્દ્રમાં દર્દીને મળી જાય તેવા દાવા વચ્ચે હાલ આ સીસ્ટમ સફળ થઇ રહી નથી.

-હજુ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જી.જી.હોસ્પિટલ સાથે જોડવાના સપના
જામનગર જિલ્લા પંચાયત દ્વારા ટેલીમેડીસીન પ્રોજેકટ માટે રૂ.50 લાખની ફાળવણી કરવામાં આવી છે. ટેલી મેડીસીન મશીનનું મેઇન યુનીટ રૂ.4 લાખની કિંમતનું હોય ધુડશીયા સબ સેન્ટરમાં નિદર્શન બાદ સફળ પરિણામો મળ્યાનો ખોટો સંતોષ વધુ ત્રણ મશીન લેવામાં આવ્યાનુ જણાવી ટેલીમેડીસીન સારવાર સફળ થતાં જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રને જામનગરની જી.જી.હોસ્પિટલ સાથે જોડવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. જેમાં જી.જી.હોસ્પિટલમાં મુખ્ય કંન્ટ્રોલ યુનિટ બનાવી આરોગ્ય કેન્દ્રને જોડવામાં આવતા તમામ કેન્દ્રો પર દર્દીઓને નિષ્ણાંત તબીબોનો લાભ મળે તેવો દાવો છે પરંતુ મુળ વ્યવસ્થા પણ ફેઇલ ગઇ તો આ કેમ સફળ થશે?